ભારતમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. પરંપરા મુજબ, આ દિવસોમાં કાર ખરીદવી શુભ માનવામાં આવે છે. એટલા માટે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, હોન્ડા અને MG મોટર્સ જેવી મોટી કાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ભારે ડિસ્કાઉન્ટ લઈને આવી છે. આ વખતે ઑફર્સ એટલી મોટી છે કે, કેટલાક મોડલો પર 6 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે. જાણો કઈ કારમાં કેટલાની બચત.
MG મોટર્સ
MG મોટર્સે તેના લોકપ્રિય મોડલ્સ Comet EV, ZS EV, Astor, Hector અને Gloster પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ગ્રાહકોને Comet EV પર લગભગ 56,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે, જ્યારે ZS EV અને Astor માં 1.10 લાખ રૂપિયા સુધીની બચત થશે. Hector ખરીદનારાઓ માટે, કંપની 1.15 લાખ રૂપિયા સુધીથી વધારાનું રોકડ બોનસ આપી રહી છે. અને MG મોટર્સે તેની લક્ઝરી કાર SUV Gloster પર સૌથી મોટી ઓફર આપી રહી છે, જેમાં ગ્રાહકોને 6 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Honda Cars નો "The Great Honda Fest"
હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ ઓગસ્ટ 2025 માં "The Great Honda Fest" ની ઉજવણી કરી રહી છે. આ સમય દરમિયાન, Honda Amaze, Honda City અને Elevate જેવા મોડલ્સ પર શાનદાર ઑફર્સ આપવામાં આવી રહી છે. Honda City પર 1.07 લાખ રૂપિયા સુધીનો લાભ આપવામાં આવી રહ્યો છે. અને હાઇબ્રિડ વર્ઝન સિટી e:HEV પર 96,000 રૂપિયા સુધીની બચત થશે. Honda Elevate ના ટોપ-એન્ડ ZX મોડલમાં સૌથી વધુ ફાયદો છે, જેમાં 1.22 લાખ રૂપિયા સુધીની ઑફર સામેલ છે. આ ઉપરાંત, ગ્રાહકોને સેકન્ડ જનરેશન Amaze પર 77,200 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
Maruti Suzuki
મારુતિ સુઝુકીએ તેના ઘણા લોકપ્રિય મોડલો પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. કંપની Jimny ના આલ્ફા વેરિઅન્ટ પર 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. સ્વિફ્ટ AMT વેરિઅન્ટ પર 1.1 લાખ રૂપિયા સુધી અને WagonR LXi પર 1.15 લાખ રૂપિયા સુધીની બચત થઈ રહી છે. અને MPV Invicto પર 1.25 લાખ રૂપિયા અને SUV Grand Vitara પર 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.
Hyundai Cars
આ તહેવારોની સિઝનમાં હ્યુન્ડાઇ પણ પાછળ નથી. કંપની Grand i10 Nios અને Accent પર 30,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને 25,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઉપરાંત, Hyundai Tucson, Alcazar, Creta અને Verna પર ગ્રાહકોને શાનદાર ઑફર્સ પણ આપવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, Hyundai Ioniq 2024 મોડલ પર 4 લાખ રૂપિયા સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Disclamer
તમને જણાવી દઈએ કે, ગ્રાહક કાર ખરીદતા પહેલા તેના શહેર અને ડીલર પાસેથી ડિસ્કાઉન્ટ વિશે સાચી માહિતી મેળવે તે મહત્વપૂર્ણ છે. ઓફરની રકમ અલગ અલગ સ્થળો અને ડીલરશીપ પર બદલાઈ શકે છે.





















