Home Entertainment Direct Clash Between Yashs Toxic Vs Ranveers Dhurandhar Part 2

બોક્સ ઓફિસ પર મહાટક્કર! : યશની ‘Toxic’ vs રણવીરની ‘Dhurandhar Part 2’ વચ્ચે સીધી ભીડંત, જાણો કયારે શરુ થશે ફિલ્મોનું મહાયુદ્ધ?

બોક્સ ઓફિસ પર મહાટક્કર!
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 10:44 AM IST

Toxic release: કન્નડ સુપરસ્ટાર યશની સૌથી મોટી અને અપેક્ષિત ફિલ્મ ‘Toxic: A Fairy Tale for Grown-ups’ હવે 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થશે. આ જ દિવસે બોલિવૂડની મેગા ફિલ્મ ‘ધુરંધર પાર્ટ 2’ (રણવીર સિંહ સ્ટારર) અને ‘ધમાલ 4’ પણ સિનેમાઘરોમાં આવી રહી છે. એટલે કે ઈદના તહેવાર પર બોક્સ ઓફિસ પર ત્રિપાંખિયો મહાયુદ્ધ નિશ્ચિત છે!

100 દિવસના કાઉન્ટડાઉન સાથે યશે રિલીઝ કર્યું ધમાકેદાર પોસ્ટર ‘KGF ચેપ્ટર 2’ પછી લગભગ 4 વર્ષના લાંબા અંતરાલ બાદ યશ મોટા પડદે પરત ફરી રહ્યો છે. 100 દિવસની કાઉન્ટડાઉન શરૂ કરતાં જ યશે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં યશ બાથટબમાં બેઠો છે, પીઠ કેમેરા તરફ કરીને અને લોહી વહેતું દેખાય છે. કેપ્શનમાં લખ્યું છે – “પરીકથા 100 દિવસમાં ખુલશે.”મૂળ રીતે ફિલ્મ ડિસેમ્બર 2025માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને 19 માર્ચ 2026 સુધી મોક્તવી રાખવામાં આવી છે.

‘Toxic’ની સ્ટારકાસ્ટ અને ગ્રાન્ડ સ્કેલ

મુખ્ય ભૂમિકા: યશ

હિરોઇન્સ અને મહત્વના કલાકારો: નયનતારા, કિયારા અડવાણી, તારા સુતારિયા, હુમા કુરેશી, રુક્મિણી વસંત, અક્ષય ઓબેરોય, સુદેવ નાયર

નિર્માણ: KVN પ્રોડક્શન્સ અને યશની પોતાની કંપની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ

આ ફિલ્મને પીરિયડ ગેંગસ્ટર ડ્રામા તરીકે બનાવવામાં આવી રહી છે અને 2026ની સૌથી મોટી પાન-ઇન્ડિયન ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.

એક જ દિવસે ત્રણ મોટી ફિલ્મો

19 માર્ચ 2026 (ઈદનો દિવસ):Toxic (યશ)

ધુરંધર પાર્ટ 2 (રણવીર સિંહ, સંજય દત્ત, માધવન, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના)

ધમાલ 4

આ ત્રણેય ફિલ્મોના ચાહકોમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ છે, પરંતુ બોક્સ ઓફિસ પર કોણ મારશે બાજી, એ તો 19 માર્ચે જ ખબર પડશે!આવનારા વર્ષનું સૌથી મોટું બોક્સ ઓફિસ ક્લેશ તૈયાર છે – તૈયાર રહેજો!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now