ટેલીવિઝનની સૌથી લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી હવે નાના પડદા પરના સૌથી ધનિક કલાકાર પૈકી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2025 સુધીમાં તેમની કુલ સંપત્તિ અંદાજે 50 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે છેલ્લા 5 વર્ષમાં તેમની નેટવર્થમાં 135 ટકાનો જબરદસ્ત વધારો થયો છે. આ વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ તેમની બ્રાન્ડ વેલ્યુ અને સિરિયલમાં તેમની મુખ્ય ભૂમિકા છે.
હાલમાં દિલીપ જોશી સિરિયલના તમામ કલાકારોમાં સૌથી વધુ કમાણી કરે છે. તેમને એક એપિસોડ માટે આશરે 1.50 લાખ રૂપિયા મળતા હોય છે, જે અન્ય કલાકારો કરતા ઘણો વધુ છે. મુનમુન દત્તાને (બબિતા) જ્યાં પ્રતિ એપિસોડ 35થી 55 હજાર, જ્યારે ભીડે અને ચંપકલાલ પાત્ર ભજવનારા કલાકારોને 80 હજાર રૂપિયા મળે છે. મિલકત, લક્ઝરી કાર અને વિવિધ રોકાણોથી દિલીપ જોશી હવે માત્ર લોકપ્રિય નહીં, પરંતુ આર્થિક રીતે પણ ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીના ટોચના કલાકાર બની ચૂક્યા છે.
Prabhu Devaએ ખરીદી લક્ઝરી Electric MG M9: ફોટો વાયરલ થતા ફરી ચર્ચામાં આવી 548KM રેન્જવાળી આ પ્રીમિયમ કાર






