Home Gujarat Digital Crop Survey Of Rabi Season In Gujarat Begins Today December 15

આજથી ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ : રાજ્યના 18,464 ગામોની 1 કરોડથી વધુ ખેતીલાયક જમીનને આવરી લેવાશે

આજથી ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2024, 07:27 AM IST

ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સીઝનનો ડિજિટલ ક્રોપ સર્વે ગત તા. 25 ઓક્ટોબરે પૂર્ણ કરવામાં આવ્યો હતો. 


1 કરોડથી વધુ ખેતીલાયક જમીનને આવરી લેવાશે

હવે રવિ સીઝન શરૂ થતા રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે રવિ 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજે તા. 15મી ડિસેમ્બરથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે-તે ગ્રામ્ય લેવલે પસંદ કરેલ સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,464 ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે એક કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે. 


ખેડૂતોને રહેશે સુગમતા

આ ડિજિટલ ક્રોપ સર્વેના લીધે જે અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નં. 12ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરે પૂરી થતી નહોતી, જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે-તે સર્વે નંબર ડિજિટલાઈઝ ક્રોપ સર્વે થતાં 100% પાણીપત્રક નમૂના નં. 12માં નોંધણી થશે. જેથી નમૂના નં. 12માં પાકની નોંધણી સદર બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now