Home Entertainment Dhurandhar Movie Review

Dhurandhar Movie Review : રણવીરની ‘ધુરંધર’ શું બનશે આ વર્ષની સૌથી મોટી સ્પાય થ્રિલર ફિલ્મ? જાણો ઓડીયન્સનું રીવ્યુ!

Dhurandhar Movie Review
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 05:11 AM IST

બોલીવુડ અભિનેતા Ranveer Singhની મચ અવેટેડ ફિલ્મ Dhurandhar આજે 5 ડિસેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં Ranveer Singh મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે Sanjay Dutt, Akshaye Khanna, R Madhavan, Arjun Rampal અને Sara Arjun જેવા કલાકારો મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન Aditya Dharએ કર્યું છે અને તે સ્પાય એક્શન થ્રિલર છે, જે વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે.

ફિલ્મના રીલીઝ પહેલાં કેટલાક વિવાદો થયા હતા. તાજેતરમાં Ranveer Singhએ એક કાર્યક્રમમાં Kantara ફિલ્મના એક મહત્વના સીનની મિમિક્રી કરી હતી. તેમણે તે સીનને પ્રશંસા કરવાના ઇરાદે કર્યું હતું, પરંતુ કેટલાક લોકોએ તેને સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે અસંવેદનશીલ ગણાવ્યું. આના કારણે સોશિયલ મીડિયા પર વિવાદ થયો અને એક્ટર સામે કેટલીક ફરિયાદો પણ નોંધાઈ. Ranveer Singhએ આ મામલે માફી માંગી હતી અને કહ્યું હતું કે તેમનો હેતુ માત્ર પ્રશંસા કરવાનો હતો.

આ વિવાદના કારણે ફિલ્મના પ્રમોશન દરમિયાન કેટલીક નેગેટિવિટી આવી હતી, પરંતુ આજે ફિલ્મ રીલીઝ થતાંની સાથે જ પ્રેક્ષકો તરફથી ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફર્સ્ટ શો જોઈને આવેલા દર્શકોએ ફિલ્મને એક્શનથી ભરપૂર, રોમાંચક અને પેટ્રિયોટિક ગણાવી છે. ઘણા લોકોએ કહ્યું કે Ranveer Singhનું પર્ફોર્મન્સ ખૂબ જ ઇન્ટેન્સ અને સ્ટ્રોંગ છે. ફિલ્મના એક્શન સીક્વન્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ક્લાઇમેક્સના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. ઘણા દર્શકોએ કહ્યું કે ફિલ્મનું ક્લાઇમેક્સ ગૂસબમ્પ્સ આપે છે.

ફિલ્મના ટ્રેલર અને ગીતોએ પહેલેથી જ ફિલ્મનું બઝ ઊભું કર્યું હતું. હવે વર્ડ ઓફ માઉથથી ફિલ્મનું પ્રદર્શન વધુ સારું થાય તેવી આશા છે. Dhurandhar Ranveer Singhની બે વર્ષ પછીની સૌથી મોટી ફિલ્મ છે અને તેના દ્વારા તેઓ મજબૂત વાપસી કરી રહ્યા છે.

જો તમે એક્શન અને થ્રિલથી ભરપૂર ફિલ્મ જોવા માંગો છો તો Dhurandharને થિયેટરમાં જરૂરથી જુઓ!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now