Home Entertainment Dhurandhar Makes A Splash In The 100 Crore Club

બોક્સ ઓફિસ પર ‘Dhurandhar’ બની આંધી! : માત્ર ત્રણ જ દિવસમાં 100 કરોડનો આંકડો પાર, બની રણવીર સિંહની સૌથી મોટી ઓપનર

બોક્સ ઓફિસ પર ‘Dhurandhar’ બની આંધી!
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 05:22 AM IST

Dhurandhar: રણવીર સિંહની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘Dhurandhar’એ બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે. માત્ર ત્રણ દિવસમાં ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે અને હાલ કુલ કલેક્શન ₹103 કરોડને સ્પર્શી ચૂક્યું છે.

ત્રણ દિવસનું ધમાકેદાર કલેક્શન

શુક્રવાર (દિવસ ૧): ₹28.60 કરોડ

શનિવાર (દિવસ ૨): ₹31+ કરોડ

રવિવાર (દિવસ ૩): ₹43 કરોડ (અંદાજિત, હજુ ફાઇનલ આંકડા આવવાના બાકી)

કુલ: ₹103 કરોડ+

રવિવારે સવારના શો સુધીમાં જ ફિલ્મે ₹24 લાખની એડવાન્સ બુકિંગ કરી લીધી હતી, જેના કારણે ઘણા થિયેટરોએ વધારાના મિડનાઇટ અને અર્લી મોર્નિંગ શો ઉમેર્યા છે. પરિણામે રવિવારનો આંકડો શનિવાર કરતાં પણ વધુ રહેવાની પૂરી શક્યતા છે.

રણવીર સિંહના કરિયરની સૌથી મોટી ઓપનિંગ

પહેલા જ દિવસે ₹28.60 કરોડની કમાણી સાથે ‘Dhurandhar’ એ રણવીર સિંહની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. લગભગ બે વર્ષ પછી મોટા પડદે કમબેક કરનાર રણવીર માટે આ ફિલ્મ સુપર-ડુપર હિટ સાબિત થઈ રહી છે. હવે બધાની નજર સોમવારના (વર્કિંગ ડે) કલેક્શન પર છે. જો ફિલ્મ સોમવારે પણ ₹20 કરોડની આસપાસ રહી તો પહેલા વીકેન્ડ પછી પહેલું વીક ₹150 કરોડની આસપાસ પહોંચી શકે છે.‘Dhurandhar’એ સાબિત કરી દીધું છે કે રણવીર સિંહની સ્ટાર પાવર હજુ પણ બોક્સ ઓફિસ પર અજેય છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now