Home Entertainment Dhurandhar Earns Rs 550 Crore Worldwide In 10 Days

વિશ્વભરમાં 'Dhurandhar' નો ખતરનાક જલવો : 10 દિવસમાં 550 કરોડની ધમાકેદાર કમાણી, 'War 2' ને પાછળ છોડી બની 2025ની સુપરહિટ

વિશ્વભરમાં 'Dhurandhar' નો ખતરનાક જલવો
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 11:20 AM IST

Dhurandhar Worldwide Collection: રણવીર સિંહની 'Dhurandhar' બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે. આદિત્ય ધર દિગ્દર્શિત અને રણવીર સિંહ અભિનીત સ્પાય થ્રિલર 'Dhurandhar' દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર મજબૂત પ્રદર્શન કર્યું છે અને હવે 10 દિવસમાં વિશ્વભરમાં ₹552.70 કરોડનું કલેક્શન કરી લીધું છે. આમાંથી ભારતમાં ₹364.60 કરોડની કમાણી થઈ છે.

બીજા વીકેન્ડમાં રેકોર્ડબ્રેક કમાણી

ફિલ્મે પહેલા અઠવાડિયામાં ₹218 કરોડ કમાયા હતા. બીજા શનિવારે ₹53.70 કરોડ અને રવિવારે ₹58.20 કરોડની કમાણી સાથે તેણે રેકોર્ડ તોડ્યા છે. આ તોફાની પ્રદર્શનથી 'Dhurandhar'એ 'વોર 2'ને પાછળ છોડી દીધી છે.

2025ની ટોચની હિન્દી ફિલ્મોમાં ત્રીજા ક્રમે

વિશ્વવ્યાપી કલેક્શનની દ્રષ્ટિએ 'Dhurandhar' (₹552.70 કરોડ) 2025ની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ યાદીમાં 'સૈયારા' (₹579.23 કરોડ) અને 'છાવા' (₹797.34 કરોડ) જ તેનાથી આગળ છે.

સાચી ઘટનાઓથી પ્રેરિત સ્પાય થ્રિલર

આ ફિલ્મ ભારતમાં બનેલી સાચી ઘટનાઓ જેમ કે કંદહાર હાઇજેકિંગ, સંસદ હુમલો અને 26/11ના આતંકવાદી હુમલાથી પ્રેરિત છે. રણવીર સિંહ સાથે અક્ષય ખન્ના, આર. માધવન, સંજય દત્ત, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનો બીજો ભાગ 19 માર્ચ 2026ના રોજ રિલીઝ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now