Sports News: ગુજરાતની રમતવીર ધ્રુમા પાઠકે રાષ્ટ્રીય સ્તરે નેશનલ વોવિનમ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જયપુરમાં રમાયેલ ‘વોવિનમ’ ટુર્નામેન્ટમાં ધ્રુમા પાઠકે ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ શ્રેષ્ઠ પ્રદર્શન ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટમાં ગુજરાત તરફથી અન્ડર 19માં 54 KG વજન કેટેગરીમાં ભાગ લઈ રમતવીર ધ્રુમાએ સારું પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. જયપુરમાં તારીખ 26-12-2024 થી 29-12-2024 દરમિયાન ઓલ ઇન્ડિયા નેશનલ લેવલ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. રાષ્ટ્રીય સ્તરની આ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર ધ્રુમા ચિરાગભાઈ પાઠકે ગુજરાત રાજ્ય તેમજ અમદાવાદ સિટી અને સંપૂર્ણ સમાજના લોકોનું ગૌરવ વધાર્યું છે.
અમદાવાદી દિકરીએ દેશમાં ગુજરાતનું નામ કર્યું રોશન-
ધ્રુમાએ તેના પ્રદર્શનથી સાબિત કર્યું બતાવ્યું છે કે એક સારી નહી પરંતુ શ્રેષ્ઠ રમતવીર છે. કારણ કે ધ્રુમા પાઠકે અગાઉ પણ અમદાવાદ ખાતે યોજાયેલ ટુનામેન્ટ 2023માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ધ્રુમાની આ સિદ્ધિ બદલ તેના પરિવાર સહિત રાજય પણ ગર્વની લાગણી અનુભવી રહ્યું છે.
યુવતીઓ આજે ફક્ત નૃત્યુ અને અભ્યાસમાં પારંગત ના બનતા રમતગતમ ક્ષેત્રમાં પણ નામ રોશન કરી રહી છે. આજના ટેકનોલોજીના સમયમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ખેલકૂદ ખૂબ જ જરૂરી છે. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે મેદાનમાં રમવું પણ એટલું જ જરૂરી છે. આજે ગુજરાતની દિકરીઓ માત્ર રાજ્ય પુરતી સિમિત નથી રહી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું કદ વધારી રહી છે.
અમદાવાદની ધ્રુમા પાઠકે સાબિત કરી બતાવ્યું છે કે આજની દિકરીઓ ફક્ત રસોઈ, ડાન્સ કે પછી અભ્યાસ ઉપરાંત રમતગમત ક્ષેત્રમાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે. ભવિષ્યમાં પણ ધ્રુમા પાઠક આ પ્રકારની સિદ્ધિઓ મેળવતી રહે તેવી તમામ લોકોએ અપેક્ષા વ્યક્ત કરી અને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.

_a187f2ca-db7e-4ea9-ba68-ea0844f60ded.jpg)




