DHARPAKAD MOVIE REVIEW: આ મૂવીના ટ્રેલરે જ કહી દીધું હતું કે ફિલ્મ ડિઝિટલ અરેસ્ટથી થતા સાયબરફ્રોડ પર આધારિત છે..ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે લાલો ફિલ્મમાં ભગવાન કૃષ્ણ બનેલા શ્રૃહદ ગોસ્વામી હોવાથી ફિલ્મને લઇને એક્સાઇટમેન્ટ પહેલેથીજ લોકોમાં જોવા મળ્યું હતું. કેટલીક ખામીઓને નજરઅંદાજ કરી દઇએ તો કહી શકાય કે આ ફિલ્મ દરેક વ્યક્તિએ એકવાર તો અવશ્ય જોવી જોઇએ. અહીં જે ખામીઓની વાત થઇ રહી છે, તેનો ઉલ્લેખ આગળ કરીશું પરંતુ તે પહેલા એ જાણીએ કે આ ફિલ્મની વાર્તા શું છે
ફિલ્મની વાર્તા એક એવા રિટાયર્ડ બેંક મેનેજરની છે જેની પત્ની કોમામાં હોસ્પિટલના બિછાને છે. હોસ્પિટલમાં રોજના હજ્જારો રૂપિયા ચૂકવવા પડે છે. સારવારનો ખર્ચો કાઢવા પુત્ર નોકરીની સાથે મકાનની લે-વેચનું કામ પણ કરે છે, અને તેમાંથી જે કમિશન મળે તે દવા અને સારવારમાં વાપરે છે. સારવારનો ખર્ચ એટલો છે કે પિતા-પુત્રની તમામ બચત ખાલી થઇ જાય છે..અને પિતા પોતાની છેલ્લી 21 લાખ રૂપિયાની એફડી ઓપરેશન માટે તોડે છે. સ્ટોરી અહીંથી જમાવટ કરે છે. આ 21 લાખ સાયબર માફિયાઓ ડિઝિટલ અરેસ્ટના માધ્યમથી પડાવી લે છે. અને પછી શરૂ થાય છે રૂપિયા પાછા લેવા માટેનો પુત્રનો સંઘર્ષ. આ સંઘર્ષમા તેનો મિત્ર તેને પડછાયાની જેમ સાથ આપે છે.
માધુરી દીક્ષિત બર્થડે સ્પેશિયલ: જાણો માધુરી ના કરિયરના અજાણ્યા કિસ્સા વિશે
મધ્યમ વર્ગીય પરિવારના અને પોતાની માતાને ખુબ પ્રેમ કરતા પુત્રના રોલમાં મલ્હાર ઠાકર દિલ જીતી લે છે.. જો કે મલ્હારની ક્ષમતા તેણે આ ફિલ્મમાં કરેલા અભિનય કરતા ઘણી વધારે છે, તેના મિત્રની ભૂમિકામાં શ્રૃહદ ગોસ્વામીને ભાગે ફિલ્મમાં ખાસ કંઇ કરવાનું આવ્યું નથી. ફિલ્મ જોઇને લાગે કે શ્રૃહદની ભૂમિકાને વધારે મજબૂત બનાવાઇ શકાઇ હોત, શ્રૃહદ ખુબ સારો કલાકાર છે તે આપણે ફિલ્મ લાલોમાં જોઇ ચૂક્યા છે.. તેને ભાગે થોડાક વધું સંવાદ આપીને તેની ભૂમિકાને દમદાર બનાવી શકાઇ હોત.. ડિઝિટલ અરેસ્ટનો ભોગ બનેલા રીટાયર્ડ બેંક મેનેજરની ભૂમિકામાં પ્રશાંત બારોટે ખુબજ મજબૂત અભિનય પિરસ્યો છે.
મુખ્યમંત્રી બનતા જ વિજયે લીધો મોટો નિર્ણય!: ત્રણ વર્ષ પછી તમિલનાડુમાં મોર્નિંગ શોને મંજૂરી, શું ત્રિશા માટે બદલ્યા નિયમો?
ફિલ્મમાં ન તો કોઇ નયનરમ્ય લોકેશન્સ છે, ન કોઇ ભવ્ય સેટ, ન ગ્લેમરનો મસાલો છે કે ન રોમાન્સનો તડકો ..આ ફિલ્મમાં કોઇ હિરોઇન પણ નથી..એકપણ ગીત પણ નથી, છતા એવું ખુબજ ભાર દઇને કહી શકાય કે આ ફિલ્મ દરેક વ્યક્તિએ જોવી જોઇએ, દરેક પરિવારે જોવી જોઇએ, દરેક વૃદ્ધ અને દરેક યુવાને જોવી જોઇએ, કારણ કે આ ફિલ્મ આપને વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યાઓ પૈકી એકથી જાગૃત કરે છે, સચેત કરે છે તમને માહિતી આપે છે અને તેમને અંદરથી ઝંઝોળે છે..
અમદાવાદી છોકરીએ આલિયાને કાનમાં બનાવી પ્રિન્સેસ!: 160 કલાકની મહેનત ચમકી! સોશિયલ મીડિયા પર છવાઈ ગયો લૂક
ફિલ્મમાં એવી જીણામાં જીણી એવી માહિતી આવરી લેવાઇ છે જે કોઇને પણ ડિઝિટલ અરેસ્ટથી બચાવી શકે..આજકાલ જે રીતે સામાન્ય માણસનું બેંક એકાઉન્ટ ભાડે લઇને તેના ખાતામાં બેનામી વ્યવહારો થતા હોય છે તેને પણ આ ફિલ્મ ખુબજ સારી રીતે ઉજાગર કરે છે. અનિશ શાહનું દિગ્દર્શન દર્શકોને જકડી રાખવાનું કામ કરે છે. મલ્હાર અને શ્રૃહદની મિત્રતામાં જે કેમેસ્ટ્રી દેખાય છે તે પણ લાજવાબ છે.
જો તમે માત્ર કોમેડી, એક્શન,રોમાન્સ કે ગ્લેમરના તડકા સીવાય કંઇક હટકે જોવા માંગતા હોવ તો પહોંચી જાવ થિયેટરમાં આ ફિલ્મ જોવા.. તે ચોક્કસ તમને કંઇક જાણ્યાના, કંઇક મેળવ્યાના અહેસાસ સાથે જ ઘરે પરત લાવશે.





