Shah Rukh Khan : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની આગામી એક્શન થ્રિલર ફિલ્મ 'કિંગ' હાલમાં આખા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. જ્યારથી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ છે, ત્યારથી ફેન્સ તેની એક નાની ઝલક મેળવવા માટે પણ ઉત્સુક છે. આ ફિલ્મ શાહરૂખ માટે ખાસ છે કારણ કે તેમાં તે પોતાની પુત્રી સુહાના ખાન સાથે પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. હવે આ ફિલ્મ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં અભિષેક બચ્ચનનો ફિલ્મનો પહેલો લુક ઇન્ટરનેટ પર લીક થઈ ગયો છે.
અભિષેકનો ભયાનક અને નવો અવતાર
અત્યાર સુધી ફિલ્મોમાં પોઝિટિવ ભૂમિકાઓ ભજવનાર અભિષેક બચ્ચન 'કિંગ' માં એક સાવ અલગ જ અંદાજમાં જોવા મળશે. વાયરલ થયેલી તસવીરોમાં અભિષેકનો લુક અત્યંત રફ એન્ડ ટફ છે. તેણે તેના વાળ ટૂંકા રખાવ્યા છે અને આંખો પર ડાર્ક ચશ્મા પહેર્યા છે. તેની સ્ટાઇલ અને બોડી લેંગ્વેજ જોઈને સ્પષ્ટ થાય છે કે, તે આ ફિલ્મમાં એક પાવરફુલ કેરેક્ટરમાં છે. આ લીક થયેલા ફોટાએ સાબિત કરી દીધું છે કે, નિર્દેશક સિદ્ધાર્થ આનંદ અભિષેક પાસે કંઈક મોટું અને આશ્ચર્યજનક કામ કરાવી રહ્યા છે.
શાહરુખ ખાનની ‘King’ માં દીપિકા પાદુકોણની એન્ટ્રી?: કેપટાઉનમાં શૂટિંગના વીડિયોથી ચર્ચા તેજ
વિલનની ભૂમિકામાં એક્શન મોડ
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો, અભિષેક બચ્ચન આ ફિલ્મમાં મુખ્ય વિલન એટલે કે શાહરૂખ ખાનના દુશ્મન તરીકે જોવા મળશે. વાયરલ થયેલા ફોટામાં તે એક સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (SUV) ઉપર ઊભો રહીને હાથમાં મોટી શોટગન પકડીને નિશાન સાધતો દેખાય છે. તેણે કાળા કપડાં પર ગ્રે કલરનો લોંગ ઓવરકોટ પહેર્યો છે, જે તેને એક ખતરનાક 'બેડ બોય' ની છબી આપે છે. તેની પાછળ પહાડોનો વિસ્તાર દેખાઈ રહ્યો છે, જે સૂચવે છે કે આ કોઈ હાઇ-વોલ્ટેજ એક્શન સિક્વન્સનું શૂટિંગ હોઈ શકે છે.
શાહરૂખ-દીપિકાના રોમેન્ટિક સીન્સની ઝલક
આ પહેલા દક્ષિણ આફ્રિકાના સુંદર લોકેશન પરથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની તસવીરો પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી. તે તસવીરોમાં શાહરૂખ અને દીપિકા એક રોમેન્ટિક ગીતનું શૂટિંગ કરતાં જોવા મળ્યા હતા. દીપિકા સફેદ ડ્રેસ અને ફ્લોરલ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગતી હતી, જ્યારે શાહરૂખ ખાન પ્રિન્ટેડ શર્ટમાં તેના સિગ્નેચર સ્ટાઇલમાં જોવા મળ્યો હતો. જોકે, આ તસવીરો લીક થતાં નિર્દેશક સિદ્ધાર્થ આનંદે નારાજગી વ્યક્ત કરી હતી અને લોકોને વિનંતી કરી હતી કે તેઓ શૂટિંગના ફોટા શેર કરીને ફિલ્મની સરપ્રાઇઝ બગાડે નહીં.
'Jawan 2' Updates: શાહરૂખ ખાન ફરી મચાવશે ધૂમ, સાઉથનો સુપરસ્ટાર બનશે વિલન
તારાઓનો મેળો અને રિલીઝ ડેટ
'કિંગ' ફિલ્મમાં માત્ર શાહરૂખ અને અભિષેક જ નહીં, પરંતુ બોલિવૂડના દિગ્ગજ કલાકારોની લાંબી યાદી છે. આ ફિલ્મમાં સુહાના ખાન ઉપરાંત રાની મુખર્જી, અનિલ કપૂર, જેકી શ્રોફ, અર્શદ વારસી અને જયદીપ અહલાવત જેવા શાનદાર કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ માનવામાં આવતી 'કિંગ' આગામી 24 ડિસેમ્બરના રોજ ક્રિસમસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જે તેવી પૂરેપૂરી શક્યતા છે.





