Home Entertainment Dhanush Kritis Tere Ishq Mein Released Know The Audiences Reaction

ધનુષ-કૃતિની 'Tere Ishq Mein' થઈ રિલીઝ : બોકસઓફિસ પર ફ્રેશ જોડીની ધમાકેદાર એન્ટ્રી, જાણો દર્શકોની પ્રતિક્રિયા

ધનુષ-કૃતિની 'Tere Ishq Mein' થઈ રિલીઝ
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 07:21 AM IST

Tere Ishq Mein X Review: આનંદ એલ રાયની મોટી રોમાન્ટિક ફિલ્મ ‘Tere Ishq Mein’ આજે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ધનુષ અને કૃતિ સેનનની ફ્રેશ જોડી, એઆર રહેમાનનું મજેદાર મ્યુઝિક અને ‘રાંઝણા’ વાળી ફીલ – આ બધું મળીને ફિલ્મે રિલીઝ પહેલાં જ દર્શકોમાં ક્રેઝ જગાવી દીધો હતો. હવે થિયેટરમાંથી આવતા પહેલા રિવ્યૂઝ અને ટ્વિટર (X) પરની પ્રતિક્રિયાઓ જોઈએ તો મિક્સ્ડ રિએક્શન્સ સામે આવી રહ્યા છે.

X પર શું ચાલી રહ્યું છે?

ઘણા યુઝર્સે ધનુષ-કૃતિની કેમિસ્ટ્રીની ખૂબ વાહવાહી કરી છે. “ધનુષ ફરી રાંઝણા મોડમાં! કૃતિ સાથે તેની જોડી દિલ જીતી લે છે” જેવા ટ્વીટ્સ વાયરલ થઈ રહ્યા છે.

એઆર રહેમાનના ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોરને લોકો “માસ્ટરપીસ” ગણાવી રહ્યા છે.

પણ એક મોટો વર્ગ નારાજ પણ છે: “પહેલો ભાગ ખૂબ જ સ્લો અને બોરિંગ છે. આનંદ એલ રાયની સ્ક્રિપ્ટ સપાટ લાગે છે. ફક્ત ધનુષ-કૃતિની કેમિસ્ટ્રી જ બચાવે છે.” – આવા ટ્વીટ્સ પણ ઘણા છે.

એડવાન્સ બુકિંગમાં ધમાકો

રિલીઝ પહેલાં જ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ₹5.65 કરોડનો બિઝનેસ કરી લીધો હતો. હિન્દી + તમિલ વર્ઝન મળીને લગભગ 2.40 લાખ ટિકિટ્સ વેચાઈ ગઈ હતી. આ આંકડો સાબિત કરે છે કે ધનુષની સ્ટાર પાવર અને કૃતિની ફેન ફોલોઇંગ હજુ પણ ટોચ પર છે.

શું છે ફિલ્મની સૌથી મોટી તાકાત?

ધનુષ-કૃતિની નવી અને ફ્રેશ જોડી

એઆર રહેમાનનું સંગીત (ગીતો વાર્તાનો હિસ્સો બની ગયા છે)

આનંદ એલ રાયની ઇમોશનલ સ્ટોરીટેલિંગ (જો બીજો ભાગ મજબૂત આવે તો ગેમ ચેન્જર બની શકે)

હાલ પહેલા દિવસના શોઝમાંથી મિક્સ્ડ રિવ્યૂઝ આવી રહ્યા છે. કેટલાકને ફિલ્મ ખૂબ ગમી, કેટલાકને પહેલો ભાગ નબળો લાગ્યો. વીકેન્ડ પછી જ ખબર પડશે કે ‘તેરે ઇશ્ક મેં’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર બને છે કે ફ્લોપ!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now