Air India: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ શનિવારે એર ઇન્ડિયા સામે કડક વલણ અપનાવ્યું છે. ક્રૂ શેડ્યુલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ઉલ્લંઘનને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
ત્રણ અધિકારીઓને તાત્કાલિક હટાવવા આદેશ
જવાબદાર અધિકારીઓમાં ચુરા સિંહ (ડિવિઝનલ વાઈસ પ્રેસિડેન્ટ) પિંકી મિત્તલ (ચીફ મેનેજર - ક્રૂ શેડ્યુલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યુલિંગ - પ્લાનિંગ)ને તાત્કાલિક અસરથી હટાવવા આદેશ. DGCA સ્પષ્ટતા કરી કે, આ અધિકારીઓને ક્રૂ શેડ્યુલિંગની જવાબદારીમાંથી તાત્કાલિક હટાવવા જોઈએ.
DGCA દ્વારા 20 જૂનના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર, આ અધિકારીઓ અનેક ગંભીર ભૂલોમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં ક્રૂની અનધિકૃત અને અનિયમિત હાજરી,લાઇસન્સિંગ અને ક્રૂ આરામના નિયમોનું ઉલ્લંઘન અને મોનિટરિંગ સિસ્ટમમાં અનેક ગંભીર ભૂલો સામે આવી છે.
10 દિવસની અંદર રીપોર્ટ આપવા આદેશ
DGCAએ નિર્દેશ આપ્યો છે કે, એર ઇન્ડિયાએ તાત્કાલિક આ અધિકારીઓને તેમની વર્તમાન ફરજો પરથી દૂર કરવા જોઈએ. એર ઇન્ડિયાને આ અધિકારીઓ સામે આંતરિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરો અને 10 દિવસની અંદર DGCAને તેનો રીપોર્ટ આપવાનો આદેશ પણ આપ્યો છે.






