Home Gujarat Deo Red Eye Against Private School In Vadodara

વડોદરામાં DEOની ખાનગી શાળા સામે લાલ આંખ : નિયમોના ઉલ્લંઘન બદલ શાળાને ફટકાર્યો 30 હજારનો દંડ

વડોદરામાં DEOની ખાનગી શાળા સામે લાલ આંખ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 04:34 AM IST

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા સામે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી નિયમોના ઉલ્લંઘન બદલ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા આ શાળાને રૂપિયા 30 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

'...કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે'

આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, શાળાએ સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું ન હોવાથી આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 'શિક્ષણ ક્ષેત્રમાં નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે અને તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે'.

'નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે'

જિલ્લા શિક્ષણ અધિકારીએ વધુમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ જો કોઈ ખાનગી શાળા દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાથી અન્ય શાળાઓ માટે પણ સ્પષ્ટ સંદેશો ગયો છે કે શિક્ષણ વ્યવસ્થામાં નિયમો અને શિસ્તનું પાલન અનિવાર્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now