Home Agriculture Densuke Watermelon World Most Expensive Black Watermelon Japan

સોનાના ભાવે વેચાય છે આ તરબૂચ! : માત્ર એક જ દેશમાં ઉગે છે, કિંમત સાંભળીને પહોળી થઈ જશે આંખો

Densuke Watermelon
Published by: Aryan Shah
Last Updated: Jun 02, 2026, 02:00 AM IST

Watermelon : ગરમીની સિઝન શરૂ થતાં જ ભારતમાં આપણને દરેક ગલી અને રોડ પર તરબૂચ વેચાતા જોવા મળે છે. સામાન્ય રીતે ભારતમાં તરબૂચ ખૂબ જ સસ્તા એટલે કે, અંદાજે 20 રુપિયે કિલોના ભાવે મળી રહે છે. લોકો ઉનાળાની ગરમીથી બચવા અને શરીરને ઠંડક આપવા માટે તેને હોંશે હોંશે ખાતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, દુનિયામાં એક એવું પણ તરબૂચ છે, જેની કિંમત લક્ઝરી કાર જેટલી હોઈ શકે છે? જી હા, દુનિયામાં એક એવું ખાસ તરબૂચ છે જેની કિંમત એક પીસના 6 લાખ રુપિયા સુધી પહોંચી જાય છે.

દુનિયાનું સૌથી મોંઘું તરબૂચ

આ અતિ કિંમતી ફળનું નામ છે 'ડેંસુકે વોટરમેલન' (Densuke Watermelon). આ તરબૂચને દુનિયાનું સૌથી મોંઘું તરબૂચ માનવામાં આવે છે. આ તરબૂચ દેખાવમાં આપણા સામાન્ય તરબૂચ જેવું લીલું અને પટ્ટાવાળું નથી હોતું. તેની છાલ એકદમ કાળી અને કાચ જેવી ચમકદાર હોય છે, જે તેને દુનિયાના અન્ય તમામ તરબૂચોથી અલગ પાડે છે. આ તરબૂચ અંદરથી એકદમ ઘેરા લાલ રંગનું, ખૂબ જ મીઠું અને ખાવામાં કડક એટલે કે ક્રિસ્પી હોય છે.

આ તરબૂચ ક્યાં ઉગે છે?

આ ખાસ પ્રકારના કાળા તરબૂચ આખી દુનિયામાં માત્ર જાપાનના હોક્કાઈડો દ્વીપ પર આવેલા 'તોહમા' વિસ્તારમાં જ ઉગાડવામાં આવે છે. આ જગ્યા સિવાય તે ક્યાંય ઉગતા નથી. અહીંની જ્વાળામુખીવાળી ખાસ ફળદ્રુપ માટી, ત્યાંની ઠંડી જળવાયુ અને ખેડૂતોની વર્ષો જૂની પરંપરાગત ખેતીની રીત જ આ તરબૂચને અનોખો સ્વાદ અને દુર્લભતા આપે છે.

કેમ આટલું મોંઘું હોય છે?

હવે પ્રશ્ન એ થાય કે, આખરે એક ફળની કિંમત લાખો રૂપિયા કેમ હોય? તેની પાછળનું મુખ્ય કારણ તેની દુર્લભતા છે. આખા જાપાનમાં ખૂબ જ સીમિત જગ્યામાં તેનું ઉત્પાદન થાય છે. ખેડૂતો દરેક છોડની ખૂબ જ બારીકાઈથી દેખરેખ રાખે છે. સ્વાદની બાબતમાં આ સામાન્ય તરબૂચ કરતા ક્યાંય વધારે મીઠા હોય છે. દર વર્ષે સિઝનનું જે પહેલું તરબૂચ પાકે છે, તેની ખાસ હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાં મોટા મોટા અમીર લોકો બોલી લગાવે છે અને લાખો રૂપિયા ખર્ચીને તેને પોતાના ઘરે લઈ જાય છે.

કિંમત અને વૈભવી ભેટ

રેકોર્ડની વાત કરીએ તો, એક પ્રીમિયમ ડેંસુકે તરબૂચની હરાજીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 6100 અમેરિકી ડોલર (અંદાજે 5 લાખ રૂપિયાથી વધુ) ની બોલી લાગી ચૂકી છે. જો તમે સામાન્ય દિવસોમાં પણ સારી ક્વાલિટીનું ડેંસુકે તરબૂચ ખરીદવા જાવ, તો તેની કિંમત 250 થી 300 ડોલર એટલે કે અંદાજે 20 થી 25 હજાર રુપિયા હોય છે. જાપાનમાં આ તરબૂચને માત્ર ખાવા માટે નહીં, પણ એક લક્ઝૂરી ગિફ્ટ (મોંઘી ભેટ) તરીકે આપવામાં આવે છે. અમીર લોકો, ફાઇવ સ્ટાર હોટલો અને ખાસ પ્રસંગોમાં જ આ તરબૂચ જોવા મળે છે.

ખેતીની ખાસ પદ્ધતિ અને ફાયદા

આ તરબૂચની ખેતીમાં મશીનોનો ઉપયોગ નહિવત થાય છે અને આખી પ્રક્રિયા હાથથી કરવામાં આવે છે. ખેડૂતો દરેક છોડ પર માત્ર ગણતરીના ફળ જ રાખે છે, જેથી બાકીના ફળને પૂરતું પોષણ મળી શકે. ફળની કાળી છાલ પર ડાઘ ન પડે અને તે પરફેક્ટ બને તે માટે તેને ખાસ કાગળ અથવા નેટથી ઢાંકીને રાખવામાં આવે છે. આ જ કારણે તેનું ઉત્પાદન ખૂબ ઓછું થાય છે પણ ક્વોલિટી એકદમ વર્લ્ડ ક્લાસ હોય છે. આ તરબૂચ સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ પૌષ્ટિક છે. તેમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેંટ્સ ભરપૂર હોય છે. જાપાનના લોકો તેને પ્રેમથી 'બ્લેક ઝેવેલ' (કાળો રત્ન) પણ કહે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now