કેનેડાના ટોરોન્ટોના પીઅર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયું હતું. ડેલ્ટા એર લાઇન્સનું વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા છે. વિમાનમાં 80 મુસાફરો સવાર હતા. ભારે વરસાદ અને પવન વચ્ચે વિમાન ક્રેશ થયું હતું. એક બાળક સહિત વિમાનમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું.
અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીટ કોકોવ નામના મુસાફરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો. વિમાન ક્રેશ થયા બાદ તેને વિમાનની અંદરથી બચાવી લીધો હતો. ફૂટેજમાં જોઈ શકાય છે કે મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ફાયર બ્રિગેડની ગાડી બહારથી તેના પર પાણીનો છંટકાવ કરી રહી છે.
'હું નર્વસ છું'
અન્ય એક વીડિયોમાં પ્લેન ક્રેશ પછી મુસાફર પોતાની સીટ પર ઊંધી લટકતી જોવા મળી રહી છે. "મારું પ્લેન ક્રેશ થયું છે અને મને ઉલટી થઈ રહી છે", તેએ કહ્યું. વીડિયોમાં ડરી ગયેલા મુસાફરો વિમાનમાંથી બહાર નીકળવાનો અને સલામત સ્થળે પહોંચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
Terrifying footage from John Nelson, a passenger on Delta Flight #DL4819. The plane flipped upside down upon landing in Toronto after a 1.5 hour trip from Minneapolis, MN. Miraculously, only 8 of 60 passengers are reported injured. The rest have walked off unharmed. pic.twitter.com/P7qbMBj0IQ — Jordan Rhone (@JordanRhone) February 17, 2025
અન્ય એક મુસાફર જ્હોન નેલ્સનએ પણ ફેસબુક પર ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. બાદમાં તેમણે મીડિયાને જણાવ્યું કે ઉતરાણ પહેલાં કંઈપણ અસામાન્ય હોવાના કોઈ સંકેત નહોતા.
🚨BREAKING: STUNNED TORONTO PLANE CRASH SURVIVOR SHARES VIDEO OF MOMENT DELTA JET FLIPPED‼️
— SANTINO (@MichaelSCollura) February 17, 2025
DELTA AIRLINE WAS THE ONLY US AIRLINE TO RESIST COMPLYING WITH DONALD TRUMP‘S EXECUTIVE ORDER TO END DEI POLICIES
A Delta passenger plane carrying 76 people crashed at Toronto's Pearson… pic.twitter.com/0jNOXcawyi
પિઅર્સન એરપોર્ટ શું કહે છે?
પિઅર્સન એરપોર્ટ તરફથી નિવેદન આવ્યું કે તે ભારે પવન અને તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યું છે. બરફવર્ષાના કારણે એરપોર્ટ પર 22 સેમી એટલે 8.6 ઈંચથી વધુ બરફ પડ્યો હતો. ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.





