Home International Delhi Weather Update 2 March 2025 Mausam Vibhag Fog Alert Fog Temperature

દિલ્લીની હવા હવે શ્વાસ લેવા લાયક થઈ : AQIના સકારાત્મક આંકડા

દિલ્લીની હવા હવે શ્વાસ લેવા લાયક થઈ
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2025, 04:40 AM IST

ઉત્તર ભારતમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે જેમા દિલ્લીની વાત કરીએ તો સવારના વરસાદ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તાપમાનમાં ખાસ ઘટાડો થયો ન હતો, પરંતુ વરસાદને કારણે દિલ્લીના રહેવાસીઓને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગે રવિવાર (2 માર્ચ)ના રોજ ધુમ્મસની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. દિલ્લીમાં આગામી કેટલાક દિવસો સુધી તાપમાન સામાન્યથી ઉપર રહેવાની ધારણા છે. 4 અને 5 માર્ચે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

સામાન્યથી 2.5 ડિગ્રી વધુ તાપમાન
શનિવારે સાંજે દિલ્લીમાં મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સીઝનની સરેરાશ કરતા 2.5 ડિગ્રી વધારે હતું. શહેરમાં સવારે સામાન્ય વરસાદ પડ્યો હતો અને લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પીતમપુરામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
શનિવારે સવારે 8:30 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં બે મીલી વરસાદ નોંધાયો હતો. સફદરજંગ હવામાન વિભાગે 1.8 મીમી, પાલમ 1.0 મીમી અને પીતમપુરામાં 4 મીમી વરસાદ નોંધાવ્યો હતો. દિલ્હીમાં ભેજનું સ્તર 92 ટકાથી 57 ટકા વચ્ચે રહ્યું હતું. આ ઉપરાંત લોધી રોડ પર 2.4 મીમી, રીજ 3.6 મીમી અને આઈટીઓ સહિત રાજઘાટમાં 2.7 મીમી વરસાદ નોંધાયો હતો.

દિલ્લીમાં હવાની ગુણવત્તા સુધરી
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના જણાવ્યા અનુસાર સાંજે 6 વાગ્યે હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) મધ્યમ (126) શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, શૂન્ય અને 50ની વચ્ચે AQIને સારું, 51 અને 100 સંતોષકારક, 101 અને 200 મધ્યમ, 201 અને 300 ખરાબ, 301 અને 400 ખૂબ ખરાબ અને 401 અને 500 ગંભીર માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ