દિલ્લીમાં રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે. હવે આવનારા પાંચ વર્ષ સુધી દિલ્લીની સુકાન નારીશક્તિમાં હાથમાં હશે. જોકે દિલ્લીમાં મહિલા મુખ્યમંત્રી કોઈ નવી વાત નથી. આ પહેલાં પણ ભાજપના દિગ્ગજ અને સ્વ. સુષ્મા સ્વરાજ અને કૉંગ્રેસના સ્વ. શીલા દિક્ષીત પણ મુખ્યમંત્રી તરીકે પોતાની ફરજ નીભાવી ચુક્યા છે.
રેખા ગુપ્તાના શપથની સાથે કેબિનેટનું વિસ્તરણ પણ થઈ ચુક્યું છે.
દિલ્હીમાં રેખા ગુપ્તા સાથે પ્રવેશ વર્મા, મંજિંદર સિંહ સિરસા, આશિષ સૂદ, પંકજ સિંહ, રવિન્દ્ર ઈન્દ્રજ અને કપિલ મિશ્રાએ મંત્રી તરીકે શપથ લીધા છે .
કોને શું મળ્યું?
રેખા ગુપ્તા, મુખ્યમંત્રી
નાણા, યોજના, સામાન્ય પ્રશાસન વિભાગ (GAD), મહિલા અને બાળ વિકાસ (WCD) સેવાઓ, મહેસૂલ, જમીન અને મકાન, માહિતી અને જનસંપર્ક (I & PR), વહિવટી સુધારા (AR) અન્ય કોઈ વિભાગ જે અન્ય મંત્રીઓને ફાળવવામાં આવ્યો ન હોય.
પ્રવેશ સાહિબ સિંહ, મંત્રી
જાહેર બાંધકામ વિભાગ (PWD) કાયદાકીય બાબતો, સિંચાઈ અને પૂર નિયંત્રણ ((I&FC) પાણી, ગુરુદ્વારા ચૂંટણી
આશિષ સૂદ, મંત્રી
આવાસ, વીજળી, શહેરી વિકાસ (UD), શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને ટેકનિકલ શિક્ષણ
શ્રી મંજિંદર સિંહ સિરસા, મંત્રી
ખાદ્ય અને પુરવઠા, વન અને પર્યાવરણ, ઉદ્યોગ
રવિંદર સિંહ (ઇન્દ્રરાજ), મંત્રી
સમાજ કલ્યાણ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ, સહકાર, ચૂંટણી
કપિલ મિશ્રા, મંત્રી
કાયદા અને ન્યાય વિભાગ, શ્રમ વિભાગ, રોજગાર, વિકાસ, કલા અને સંસ્કૃતિ વિભાગ, ભાષા વિભાગ, પ્રવાસન વિભાગ
ડૉ. પંકજ કુમાર સિંહ, રાજ્ય મંત્રી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પરિવહન, સૂચના પ્રૌદ્યોગિકી
કેબિનેટની પ્રથમ બેઠક
મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં 20 ફેબ્રુઆરીની સાંજે દિલ્લીમાં નવી ભાજપ સરકારની કેબિનેટની પ્રથમ મળી. આ બેઠક દરમિયાન ઘણી મહત્વની જાહેરાતો થવાની ધારણા છે.
તાજેતરમાં સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ કેબિનેટની પ્રથમ બેઠકમાં આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનું વચન આપ્યું હતું. કેબિનેટ મહિલા સમૃદ્ધિ યોજનાના અમલીકરણ અંગે પણ નિર્ણય લે તેવી શક્યતા છે, જે અંતર્ગત ભાજપના ચૂંટણી ઢંઢેરામાં વચન મુજબ પાત્ર મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા આપવામાં આવશે, તેમ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું.





