Home International Delhi Lawrence Bishnoi Lawyer Deepak Khatri Car Firing Kashmere Gate Update

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલની કાર પર ફાયરિંગ : 4 રાઉન્ડ ગોળીબારમાં એક વ્યક્તિ ઘાયલ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલની કાર પર ફાયરિંગ
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 06:51 PM IST

દેશની રાજધાની દિલ્હીના કશ્મીરી ગેટ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કાનૂની ટીમ સાથે જોડાયેલા વકીલની ગાડી પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ કુલ 4 રાઉન્ડ ગોળીબાર થયો હોવાની માહિતી મળી રહી છે. મંગળવારે 24 ફેબ્રુઆરીની રાત્રે અંદાજે 10:30 વાગ્યે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ હુમલાની સામે આવેલી તસવીરોમાં કારનો પાછળનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયેલો જોવા મળી રહ્યો છે.

હુમલામાં એક વ્યક્તિ લોહીલુહાણ - દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે કશ્મીરી ગેટ વિસ્તારમાં પાંચ લોકોને લઈ જઈ રહેલી એક Suzuki Ciaz કાર પર હુમલો થયો હતો. આ ફાયરિંગમાં કારમાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગાડીમાં સવાર લોકોમાં એક વકીલ પણ સામેલ છે, જે લોરેન્સ બિશ્નોઈની લીગલ ટીમનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યા છે.

'ભગવાનની દયાથી અમે બચી ગયા' - વકીલ

વકીલ દીપક ખત્રીએ જણાવ્યું હતું કે, "કશ્મીરી ગેટના હનુમાન મંદિર પાસે આ વારદાત બની હતી. અમે કુલ પાંચ લોકો ગાડીમાં સવાર હતા અને ભગવાનની કૃપાથી અમે બચી ગયા છીએ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કારમાં વચ્ચે બેઠેલા સંદીપ નામના વ્યક્તિને કમરના ભાગે ગોળી વાગતા તે ઘાયલ થયો છે.

સ્કૂટી પર આવેલા ત્રણ હુમલાખોરોએ કર્યો પીછો

વકીલે ઘટનાની વિગત આપતા કહ્યું હતું કે એક સ્કૂટી પર ત્રણ શખ્સો સવાર હતા. હુમલો થતા જ અમે કારની ઝડપ વધારી દીધી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે કોઈ વ્યક્તિ સતત તેમનો પીછો કરી રહી હતી અથવા રેકી કરી રહી હતી. હુમલાખોરોએ કારના પાછળના ભાગેથી નિશાન સાધ્યું હતું. મંદિરથી નીકળીને જ્યારે તેઓ ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ આ ફાયરિંગ થયું હતું. ઘાયલ સંદીપને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હજુ સુધી કોઈએ જવાબદારી સ્વીકારી નથી

આ હાઈપ્રોફાઈલ ફાયરિંગ પાછળ કોનો હાથ છે અને કોણે આ હુમલો કરાવ્યો છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. અત્યાર સુધી કોઈ ગેંગ કે વ્યક્તિએ આ ઘટનાની જવાબદારી સ્વીકારી નથી. દિલ્હી પોલીસે આ મામલે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ તેજ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now