Home International Delhi Cloud Seeding Air Pollution Control October 2025

દિલ્હીમાં આજે થઈ શકે છે કૃત્રિમ વરસાદ : પ્રદૂષણ ઘટાડવા ક્લાઉડ સિડીંગનો પ્રથમ પ્રયોગ

દિલ્હીમાં આજે થઈ શકે છે કૃત્રિમ વરસાદ
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 06:03 AM IST

દિવાળી બાદથી રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને તેમાં ઘટાડાના કોઈ સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યા નથી. વધતા ધૂંધ અને ધૂળના સ્તરથી સામાન્ય લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દિલ્હી સરકારે 29 ઓક્ટોબરથી ક્લાઉડ સીડિંગ (કૃત્રિમ વરસાદ) કરવાની યોજના જાહેર કરી છે. જો હવામાન અનુકૂળ રહેશે અને દૃશ્યતા સુધરશે, તો આજે જ આ પ્રયોગ હાથ ધરવામાં આવી શકે છે.

દૃશ્યતા સુધરશે તો આજે ઉડાન ભરશે વિમાન

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું કે હાલ હવામાનની દૃશ્યતા માત્ર 2000 મીટર સુધી સીમિત છે. જો તે 5000 મીટર સુધી પહોંચશે, તો કાનપુરથી વિમાન ઉડાન ભરી ક્લાઉડ સીડિંગની પ્રક્રિયા શરૂ કરશે. આ પહેલ હેઠળ રાજધાનીના આકાશમાં પાયરોટેકનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કૃત્રિમ વરસાદ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે.

IIT કાનપુરની ટેકનિકથી થશે ક્લાઉડ સીડિંગ

આ પ્રયોગનું નેતૃત્વ IIT કાનપુર કરી રહ્યું છે. દિલ્હી સરકારના સહયોગથી શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાયલ હાથ ધરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 થી 48 કલાકમાં વરસાદ થવાની સંભાવના છે. આ કારણે સરકાર આશાવાદી છે કે ક્લાઉડ સીડિંગથી રાજધાનીના પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થશે.

ક્લાઉડ સીડિંગ શું છે અને કેવી રીતે થાય છે

ક્લાઉડ સીડિંગ એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેમાં વિમાનની મદદથી વાદળોમાં ચોક્કસ રસાયણો (જેમ કે સિલ્વર આયોડાઇડ અથવા સોડિયમ ક્લોરાઇડ) છાંટવામાં આવે છે. આ રસાયણો વાદળોમાં પાણીના ટીપાંની રચના કરે છે, જે પછી વરસાદના રૂપમાં ધરા પર વરસે છે. આ એક કૃત્રિમ વરસાદની પ્રક્રિયા છે જે તાત્કાલિક પ્રદૂષણમાં રાહત આપે છે.

દિલ્હી સરકારે આ માટે ₹3.21 કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે અને કુલ પાંચ ક્લાઉડ સીડિંગ ટ્રાયલ્સ હાથ ધરવાની યોજના છે. જો આ પહેલ સફળ સાબિત થશે, તો દિલ્હી પ્રથમ એવું શહેર બનશે જ્યાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે વૈજ્ઞાનિક રીતે વરસાદ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નાગરિકોને રાહતની આશા

હાલમાં દિલ્હીનો વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) ગંભીર સ્તરે પહોંચ્યો છે. જો ક્લાઉડ સીડિંગ સફળ રહેશે, તો હવામાં રહેલા ધૂળકણ અને ધુમાડાના સ્તર ઓછા થશે અને નાગરિકોને શ્વાસ લેવા રાહત મળશે. સરકાર આશા વ્યક્ત કરી રહી છે કે આ પ્રયોગ આગામી દિવસોમાં રાજધાનીના હવાના ગુણમાં નોંધપાત્ર સુધારો લાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની