Home International Delhi Acid Attack Case Twist October 2025

દિલ્હી એસિડ એટેક કેસમાં આરોપીને ક્લીન ચિટ : 24 કલાકમાં પલટાઈ ગયો આખો મામલો

દિલ્હી એસિડ એટેક કેસમાં આરોપીને ક્લીન ચિટ
Published by: OBS Bureau
Last Updated: Oct 28, 2025, 06:07 AM IST

દિલ્હીમાં બનેલા ચર્ચાસ્પદ એસિડ એટેક કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. પોલીસે 24 કલાકની અંદર મુખ્ય આરોપી જીતેન્દ્રને મુક્ત કરી દીધો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હુમલાના સમયે જીતેન્દ્ર કરોલ બાગ વિસ્તારમાં હતો, જેનો પુરાવો સીસીટીવી ફૂટેજમાં મળ્યો છે.

આ કેસમાં શરૂઆતમાં પીડિતાએ જીતેન્દ્ર અને તેના મિત્રો ઈશાન તથા અરમાન પર એસિડ ફેંકવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. 20 વર્ષીય દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીએ કહ્યું હતું કે 24 ઓક્ટોબરે મુકુંદપુર વિસ્તારમાં તે પસાર થઈ રહી હતી ત્યારે ત્રણેયે તેના પર એસિડ ફેંક્યું. તેણે ચહેરાને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાથી તેના બંને હાથ બળી ગયા હતા.

પોલીસે પીડિતાના નિવેદનોમાં શોધી વિરોધાભાસ

જોકે તપાસ આગળ વધતા પોલીસને પીડિતાના નિવેદનોમાં અનેક વિસંગતતાઓ મળી. સીસીટીવી પુરાવા મુજબ જીતેન્દ્ર તે સમયે કરોલ બાગમાં પોતાની મોટરસાયકલ પર દેખાયો હતો. ત્યારબાદ તપાસમાં વધુ મોટો ખુલાસો થયો – પીડિતાના પિતા અકીલ ખાનએ પોતે કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી.

પોલીસના જણાવ્યા મુજબ અકીલનો ઈશાન અને અરમાન સાથે વ્યક્તિગત વિવાદ ચાલતો હતો, જેના કારણે તેણે જીતેન્દ્રને પણ ફસાવવા માટે આ આખું નાટક રચ્યું. હાલ પોલીસે અકીલને ધરપકડ કરી છે અને તેની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે.

જીતેન્દ્રની પત્નીની અલગ FIR

આ કેસમાં વધુ એક પરત ઉમેરાઈ છે. જીતેન્દ્રની પત્નીએ રવિવારે અકીલ ખાન વિરુદ્ધ બળાત્કારનો આરોપ લગાવી FIR નોંધાવી હતી. તેણીએ જણાવ્યું કે 2021 થી 2024 દરમિયાન તે અકીલની ફેક્ટરીમાં કામ કરતી હતી જ્યાં તેણે બળજબરી કરી અને પછી વાંધાજનક ફોટા અને વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.

અન્ય આરોપીઓના પરિવારે પણ કર્યા ખુલાસા

પોલીસ અનુસાર, ઈશાન અને અરમાન ઘટના સમયે તેમની માતા શબનમ સાથે આગ્રામાં હતા. શબનમે જણાવ્યું કે 2018માં તેના પર પણ એસિડ એટેક થયો હતો, જે કથિત રીતે અકીલ ખાનના સંબંધીઓએ કર્યો હતો. વધુમાં, શબનમ અને અકીલ વચ્ચે મિલકત વિવાદ પણ ચાલી રહ્યો છે જે હાલ કોર્ટમાં પેન્ડિંગ છે.

સીસીટીવી ફૂટેજમાં ભાઈની ભૂમિકા પર પણ તપાસ

પોલીસને હાથ લાગેલા અન્ય ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે પીડિતાને તેના ભાઈએ સ્કૂટર પર અશોક વિહાર સુધી છોડી હતી, પરંતુ તે કોલેજના દરવાજા સુધી ગયો નહોતો. ત્યારબાદ તે છોકરી ઈ-રિક્ષામાં જતી જોવા મળી હતી. હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે ભાઈએ તેને કોલેજ સુધી કેમ ન પહોંચાડ્યું અને શું તેને આ કાવતરાની જાણ હતી.

પોલીસની કાર્યવાહી ચાલુ

હાલમાં પોલીસ પીડિતાના પિતા અકીલની કસ્ટડીમાં પૂછપરછ કરી રહી છે અને પુરાવાઓના આધારે અન્ય સંકળાયેલા લોકોની પણ પૂછપરછની તૈયારીમાં છે. આ કેસ હવે ખોટા આરોપોના ઉદાહરણ તરીકે ચર્ચામાં આવી રહ્યો છે, જ્યાં પ્રાથમિક તપાસે જ સત્યનો ખુલાસો કરી દીધો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની