Home Entertainment Deepika Padukone Second Pregnancy Announcement Raaka Movie Action Shooting

રિયલ લાઈફમાં મમ્મી અને રીલ લાઈફમાં લેડી સિંઘમ : પ્રેગ્નન્સીમાં પણ દીપિકા કરશે ધમાકેદાર એક્શન

Deepika will perform a spectacular action during pregnancy
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 20, 2026, 09:43 AM IST

બોલિવૂડનું ફેવરિટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફરી એકવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. રવિવારે સોશિયલ મીડિયા પર પોતાની દીકરી 'દુઆ'ની એક સુંદર તસવીર શેર કરીને તેમણે ચાહકોને આ ખુશખબર આપી હતી. આ જાહેરાત બાદ બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ તરફથી તેમને સતત અભિનંદન મળી રહ્યા છે.

પ્રેગ્નન્સીમાં પણ એક્શન અવતાર

સૌથી ચોંકાવનારી અને પ્રેરણાદાયી વાત એ છે કે દીપિકા પાદુકોણ આ અવસ્થામાં પણ પોતાના કામમાંથી બ્રેક લેવાની નથી. તે હાલમાં ડિરેક્ટર એટલીની ફિલ્મ 'રાકા' (Raaka) પર કામ કરી રહી છે, જેમાં તે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે જોવા મળશે. રિપોર્ટ્સ મુજબ, દીપિકા આ ફિલ્મ માટે કેટલાક જોખમી એક્શન સિક્વન્સ પણ શૂટ કરી રહી છે અને તે પોતાની આખી પ્રેગ્નન્સી દરમિયાન કામ કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચો: રણવીર-દીપિકાના ઘરમાં ફરી ગુંજશે ખુશીઓ! | દુઆએ પ્રેગ્નન્સી કિટ સાથે કર્યું ક્યુટ અનાઉન્સમેન્ટ | Offbeat Stories

પુત્રી દુઆ બનશે મોટી બહેન

દીપિકા અને રણવીરે નવેમ્બર 2018 માં લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ સપ્ટેમ્બર 2024 માં તેમણે પ્રથમ પુત્રી દુઆને જન્મ આપ્યો હતો. હવે દુઆ લગભગ 1.5 વર્ષની થવા આવી છે અને તે ટૂંક સમયમાં મોટી બહેન બનવાની છે. દીપિકાએ શેર કરેલી તસવીરમાં દુઆએ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડી રાખેલી જોવા મળી રહી છે.

આગામી ફિલ્મો

દીપિકા પાસે હાલમાં બે મોટા પ્રોજેક્ટ્સ છે. અલ્લુ અર્જુન સાથેની 'રાકા' ઉપરાંત તે શાહરૂખ ખાન સાથે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'કિંગ' (King) માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 'કિંગ' ફિલ્મ ડિસેમ્બર 2026 માં રિલીઝ થવાની શક્યતા છે. દીપિકાએ સાબિત કર્યું છે કે તે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ખૂબ જ સરસ રીતે મેનેજ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now