Home Entertainment Deepika Leaves The Film Spirit Sandeep Vanga Angry

સુપરહીટ ડીરેક્ટર વાંગાને આવ્યો ગુસ્સો : દીપિકાની ડિમાન્ડસ સાંભળીને ડીરેક્ટર વાંગાએ કહ્યું, "હમસે ન હો પાયેગા!"

સુપરહીટ ડીરેક્ટર વાંગાને આવ્યો ગુસ્સો
Published by: OBS Bureau
Last Updated: May 27, 2025, 10:15 AM IST

બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરનારી ફિલ્મ એનિમલ પછી સંદીપ રેડ્ડી વાંગા હવે તેમની આગામી ફિલ્મ સ્પિરિટ પર કામ કરી રહ્યા છે. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પરંતુ હવે તે ફિલ્મમાંથી બહાર થઈ ગઈ છે અને તેમની જગ્યાએ તૃપ્તિ દિમરીને કાસ્ટ કરવામાં આવી છે. આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો તોફાન ઊભો થયો છે. જોકે ડાયરેક્ટરે સીધું દીપિકાનું નામ લીધું નથી, પણ તેમનું ટ્વીટ સ્પષ્ટ કરે છે કે તેઓ આ નિર્ણયથી નારાજ છે.


સંદીપ રેડ્ડી વાંગાનું ટ્વીટ:

"જ્યારે હું કોઈ એક્ટરને મારી સ્ક્રિપ્ટ જણાવું છું, ત્યારે હું તેના પર 100% વિશ્વાસ રાખું છું. આપણાં વચ્ચે એક ગુપ્ત NDA હોય છે. પણ તે જે કર્યું એ બતાવે છે કે તું કેવી છે. મારી સ્ટોરી લિક કરીને અને તારાથી નાની એક્ટ્રેસને નીચું બતાવું શું એ જ તારો ફેમિનિઝમ છે? તું આ વાતો નહીં સમજી શકે. આગળથી આખી સ્ટોરી બોલી દેવી, કેમ કે હવે મને કોઈ ફરક નથી પડતો. ‘ડર્ટી પીઆર ગેમ્સ’ ની મુજ પર અસર નહીં થાય."
તેમણે આ સાથે એક કહાવત પણ લખી: "खुंदक में बिल्ली खंबा नोचे !"


દીપિકા પાદુકોણે ફિલ્મ કેમ છોડી?

મિડિયા રિપોર્ટ અનુસાર, દીપિકા પાદુકોણની ડિમાન્ડથી ફિલ્મના મેકર્સ પરેશાન થઈ ગયા હતા. દીપિકાએ દરરોજ માત્ર 8 કલાક કામ કરવાની શરત મૂકી હતી અને તેલુગુ ડાયલોગ બોલવા માટે ના પાડી હતી. તેમણે મજૂરી ઉપરાંત ફિલ્મના નફામાં પણ હિસ્સો માંગ્યો હતો. એવી પણ માહિતી મળી છે કે દીપિકા પાદુકોણે ફિલ્મના કેટલાક બોલ્ડ સીન કરવા માટે છોખી ના પાડી દીધી હતી.



ફિલ્મને લઈ એવી વાત છે કે સંદીપ રેડ્ડી વાંગા આ પ્રોજેક્ટને એ-રેટિંગવાળી એડલ્ટ ફિલ્મ તરીકે રજૂ કરવા ઈચ્છે છે, જેના કારણે આટલું મોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ સર્જાયું હોવાનું અનુમાન પણ છે. નવા અપડેટ પ્રમાણે તૃપ્તિ ડિમરી ફિલ્મમાં દીપિકા પાદુકોણની જગ્યાએ લીડ રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, તૃપ્તિને આ ફિલ્મ માટે રૂ. 4 કરોડ ફી આપવામાં આવી છે, જ્યારે દીપિકા પાદુકોણ રૂ. 20 કરોડ માંગતી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now