Home Gujarat Daughter Serving In Grd In Patan Saved From S

'પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાંખ્યુ, પોલીસ કાર્યવાહી નથી કરતી' : GRDમાં ફરજ બજાવતી દીકરીને આપઘાત કરતા બચાવી, મેવાણીની સભામાં ઉચ્ચારી હતી ચીમકી

'પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાંખ્યુ, પોલીસ કાર્યવાહી નથી કરતી'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 11:14 AM IST

Patan GRD girl case: થરાદમાં જીજ્ઞેશ મેવાણીની જાહેર સભામાં કરવામાં આવેલા ગંભીર આક્ષેપ પછી કાંકરેજ તાલુકાના વડા ગામમાં રહેતી અને જી.આર.ડી માં ફરજ બજાવતી યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કરતા અટકાવવામાં આવી છે.

કેનાલ પાસે જઈ આપઘાતનો પ્રયાસ

તેજલબા ચંદુભા વાઘેલાએ મેવાણીની સભામાં મંચ પરથી આક્ષેપ કર્યો હતો કે પાટણના એક તબીબે ગાંઠનું ઓપરેશન કરવા બદલે તેના ગર્ભાશય કાઢી નાખ્યું હોવાનો આરોપ છે. આ અંગે તે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થતાં ન્યાય ન મળે તો કેનાલમાં પડીને આપઘાત કરી લઈશ એવી ચીમકી આપી હતી. આ ઘટનાના પછી તેજલબા ખાખી વર્દીમાં વડા નજીક કેનાલ તરફ જઈને આપઘાત કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ સમયસર પહોંચી તેને બચાવી લીધી હતી.

જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, '6 ડિસેમ્બરના રોજ થરાદના મારા એક જાહેર કાર્યક્રમમાં કાંકરેજના થરાની એક GRDમાં ફરજ બજાવતી દીકરીએ, જેણે જાહેર મંચ ઉપર આવીને મને ફરિયાદ કરેલી કે, થોડા દિવસ પૂર્વે એક ગાંઠની સર્જરી માટે પાટણની પ્રાઈવેટ હોસ્પિટલમાં એ ગઈ હતી ત્યાં તેની અને તેના પરિવારની જાણ બહાર તેની મરજીની વિરૂદ્ધ તેની ગર્ભાશયની કોથળી કાઢી નાંખવીમાં આવી હતી અને તેનું જીવન બરબાદ કરી નાંખવામાં આવ્યું હતું'.

'પાટણ બંધ રાખી વિરોધ કરવાની ફરજ પડશે'

વધુમાં તેમણે કહ્યું કે, 'જે મામલે તેણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, પોલીસે ફરિયાદ ન લીધી, ગુનો દાખલ ન કર્યો તો મને આત્મવિલોપનની ફરજ પડશે. આ વીડિયો સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાયરલ થવા છતાં ભાજપની સરકાર અને તેમની પોલીસ કંઈ કાર્યવાહી કરી નથી. ત્યારે આગામી સમયમાં ઉગ્ર આંદોલન અને પાટણ બંધ રાખી વિરોધ કરવાની ફરજ પડશે. અથવા પાટણ પોલીસ આ દીકરીને બોલાવી ફરિયાદ નોંધીને કાર્યવાહી કરે'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now