Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. પાડોશીઓ વચ્ચે અગાઉ થયેલી મારામારીના કેસમાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવી હોવાનો ખોટો વહેમ રાખીને કેટલાક અસામાજિક શખ્સોએ ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. સરકારી ફરજમાં રૂકાવટ કરી પોલીસને નિશાન બનાવવાની આ ઘટનામાં બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે તાત્કાલિક એક્શન લઈને આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને અન્ય ફરાર શખ્સોને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે.
સમગ્ર ઘટનાક્રમ અને હુમલાની વિગત
મળતી વિગતો અનુસાર, ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે અગાઉ જૂથ અથડામણ (મારામારી) થઈ હતી. આ બનાવ બાદ કેટલાક સ્થાનિક લોકો પોલીસની કાયદાકીય કામગીરીથી નારાજ હતા અને પોલીસ પ્રત્યે અદાવત રાખતા હતા. આ દરમિયાન ડભોઈ સરકારી દવાખાના નજીક બપોરના સમયે હેડ કોન્સ્ટેબલ નવીન ઝાલા ફરજ પર હાજર હતા. તેમને જોઈને પરવેજ ઉર્ફે રાજા ગરાસીયા નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાના સાગરીતોને હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા.
વડોદરાવાસીઓ માટે મોટી ખુશખબર! : હવે વોટ્સએપ પર જ મળશે પાલિકાની તમામ સેવાઓ, કચેરીઓના ધક્કાથી મળશે મુક્તિ
ટોળામાંથી આસિફ અને હસનેન ગરાસીયાએ ઉશ્કેરાઈને હેડ કોન્સ્ટેબલ નવીન ઝાલા પર ઈંટના ટુકડાઓ વડે પથ્થરમારો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અન્ય શખ્સો પણ તેમની સાથે મારામારી કરવા લાગ્યા હતા. આ હિંસક હુમલો અટકાવવા અને સહકર્મીને બચાવવા માટે વચ્ચે પડેલા પોલીસ કોન્સ્ટેબલ શુભમ પર પણ ટોળાએ હુમલો કરી દીધો હતો, જેમાં તેમને નખ વાગવાથી ઈજાઓ થઈ હતી.
11 શખ્સો સામે ગુનો: બે મહિલા સહિત 4ની ધરપકડ
આ હુમલા અંગે ડભોઈ પોલીસ મથકે સરકારી કામમાં રૂકાવટ, પોલીસ પર હુમલો તેમજ રાયોટિંગ સહિતની વિવિધ કડક કલમો હેઠળ 11 વ્યક્તિઓ સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં મુખ્ય આરોપીઓ તરીકે...
વડોદરા મહાનગરપાલિકાની નવી સ્થાયી સમિતિની પ્રથમ બેઠક યોજાઈ : 10માંથી 9 દરખાસ્ત થઈ મંજૂર
પરવેજ ઉર્ફે રાજા સિકંદર ગરાસીયા
આસિફ સિકંદર ગરાસીયા
હસનેન ઉર્ફે મુનશી સિકંદર ગરાસીયા
સમીર સિકંદર ગરાસીયા
સિકંદર ફકુભાઈ ગરાસીયા
સુહાન બદરૂદ્દીન સૈયદ
બદરૂદીન કાળુભાઈ સૈયદ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.
પોલીસની કાર્યવાહી
ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ડભોઈ પોલીસે આક્રમક વલણ અપનાવીને હુમલાખોરો પૈકીના સિકંદર ફકરુ ગરાસીયા, આસીફઅલી મહેબુબઅલી સૈયદ, અમરીનનિશા આસીફઅલી સૈયદ અને રૂક્શાનાબાનુ વારીસઅલી સૈયદ ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.





