Home Business Da Hike 8th Pay Commission Salary Hike Central Employees Update

DA Hike Update: હોળી પણ જતી રહી, એપ્રિલનું અઠવાડિયું પણ પસાર થયું! : આખરે ક્યારે વધશે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું?

DA Hike Latest Update
Published by: Viral Patel
Last Updated: Apr 09, 2026, 01:43 PM IST

DA Hike Latest Update: લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહ જોવાની ક્ષણો લાંબી થઈ રહી છે. સામાન્ય રીતે હોળીની આસપાસ થતી મોંઘવારી ભથ્થાની (DA) જાહેરાત આ વખતે એપ્રિલનું બીજું અઠવાડિયું શરૂ થવા છતાં હજુ સુધી લટકેલી છે. સાતમા પગાર પંચ (7th Pay Commission) ના અમલીકરણ પછી આ અત્યાર સુધીનો સૌથી મોટો વિલંબ માનવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ કે આ વિલંબ પાછળનું કારણ શું છે અને નિષ્ણાતો હવે કઈ નવી તારીખની આશા વ્યક્ત કરી રહ્યા છે.

આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે?

સામાન્ય રીતે જાન્યુઆરીથી લાગુ થતા DAની જાહેરાત માર્ચના છેલ્લા અઠવાડિયા સુધીમાં થઈ જતી હોય છે. ગયા વર્ષે (2025) આ જાહેરાત 28 માર્ચે થઈ હતી. આ વખતે થઈ રહેલા વિલંબ પાછળ નિષ્ણાતોએ કેટલાક મુખ્ય કારણો જણાવ્યા છે,,

આ પણ વાંચો: Gold Silver Price Today : વૈશ્વિક તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ભડકો, જાણો આજનો લેટેસ્ટ દર

પશ્ચિમ એશિયાનું સંકટ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિએ સરકાર પર નાણાકીય દબાણ વધાર્યું છે. ઇંધણના ભાવમાં અસ્થિરતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધને કારણે સરકાર ખૂબ જ સાવચેતીપૂર્વક પગલાં લઈ રહી છે.

8મા પગાર પંચની તૈયારી

સરકાર સંભવિત રીતે 8મા પગાર પંચ (8th Pay Commission) ના માળખા અને નવા નાણાકીય વર્ષના તાલમેલને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત છે, જેના કારણે જાહેરાત ટળી રહી છે.

આ પણ વાંચો: EPFO New Rule: કરોડો સભ્યો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી : જો આ કામ બાકી હશે, તો પેન્શન અને વ્યાજમાં થઈ શકે મોટું નુકસાન

તમારો DA કેટલો વધશે?

AICPI-IW (All-India Consumer Price Index for Industrial Workers) ના 12 મહિનાના સરેરાશ આંકડાઓના આધારે, આ વખતે 2% નો વધારો નિશ્ચિત માનવામાં આવે છે. વર્તમાન દર* 58% અને વધારા પછી 60% થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે આ વધારો 1 જાન્યુઆરી, 2026થી પ્રભાવી માનવામાં આવશે, જેનો અર્થ છે કે કર્મચારીઓને પાછલા મહિનાઓનું એરિયર (Arrear) પણ મળશે.

આવતા અઠવાડિયે મળી શકે છે 'ગુડ ન્યૂઝ'

તાજા રિપોર્ટ્સ અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોદી સરકાર આવતા અઠવાડિયે (એપ્રિલના બીજા સપ્તાહમાં) DA વધારવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ સમયસીમા સરકારને નવા નાણાકીય વર્ષમાં સરળ ટ્રાન્ઝિશન અને પગાર પંચના માળખાગત ફેરફારોને સેટલ કરવામાં મદદ કરશે.

આ પણ વાંચો: ભારત માટે કેવા રહ્યાં ઇરાન-ઇઝરાયલ-અમેરિકા યુદ્ધના 40 દિવસ? : યુદ્ધના દૌરમાં કઈ રીતે ચાણક્યા સાબિત થયા PM મોદી?

DA સાથે જોડાયેલા મુખ્ય તથ્યો

કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈ) મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે. તેની જાહેરાત સામાન્ય રીતે હોળી અને દિવાળીની આસપાસ કરવામાં આવે છે. કોવિડ કાળ (2019-2021) દરમિયાન DA ને 18 મહિના માટે 17% પર ફ્રીઝ કરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બર 2025 ના રોજ સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થયો હોવા છતાં, કર્મચારીઓને હાલમાં આ હેઠળ જ DA હાઇક મળતી રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now