Home Sports Cristiano Ronaldo At The Age Of 39 He Looks Like A 20 Year Old Know The Secret Of His Diet

Cristiano Ronaldo; 40 ની ઉંમરે 20 જેવી સ્ફૂર્તિ! : શું ખાઈને આટલો શક્તિશાળી બન્યો રોનાલ્ડો? જાણો તેના ડાયટનું રહસ્ય

Cristiano Ronaldo; 40 ની ઉંમરે 20 જેવી સ્ફૂર્તિ!
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 12:23 PM IST

The secret to Cristiano Ronaldo's super-fitness: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આજે 39 વર્ષની ઉંમરે પણ મેદાન પર જે સ્ફૂર્તિ બતાવે છે, તેની પાછળ માત્ર તેની ટ્રેનિંગ જ નહીં પણ તેનો શિસ્તબદ્ધ આહાર પણ છે. રોનાલ્ડોના મતે, "સારી ટ્રેનિંગ સાથે સારો આહાર હોવો ખૂબ જરૂરી છે." તે દિવસ દરમિયાન એક કે બે મોટા ભોજન લેવાને બદલે 6 નાના અને પ્રોટીનયુક્ત ભોજન લેવાનું પસંદ કરે છે. આ પદ્ધતિ તેના મેટાબોલિઝમને તેજ રાખે છે અને આખા દિવસ દરમિયાન તેને સતત ઉર્જા પૂરી પાડે છે.

રોનાલ્ડોનો ખોરાક

રોનાલ્ડોના ભોજનમાં મુખ્યત્વે 'લીન પ્રોટીન' (Lean Protein) અને તાજા શાકભાજીનો સમાવેશ થાય છે. તેને માછલી ખૂબ જ પ્રિય છે, જેમાં ખાસ કરીને 'Sea bass', 'tuna' and 'cod' fish નો તે સમાવેશ કરે છે. આ ઉપરાંત, તે Chicken, eggs, whole grains (Quinoa અને Brown Rice) અને હેલ્ધી ફેટ્સ માટે Avocado and olive oil નો ઉપયોગ કરે છે. તેની પ્રિય પરંપરાગત પોર્ટુગીઝ વાનગી 'Bacalhau à Brás' છે, જે Cod fish, eggs and potatoes નું કોમ્બિનેશન છે.

રોનાલ્ડો શું ખાતો નથી

રોનાલ્ડોના આહારની સૌથી મહત્વની બાબત એ છે કે, તે શું નથી ખાતો. તે ખાંડ (Sugar), આલ્કોહોલ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહે છે. વર્ષો પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં સોફ્ટ ડ્રિંકની બોટલ હટાવીને 'પાણી પીઓ' (Drink Water) એવો સંદેશ આપીને તેને સાબિત કર્યું હતું કે, તે હાઇડ્રેશનને કેટલી પ્રાથમિકતા આપે છે. તે મીઠાઈ અને તળેલા ખોરાકને સખત રીતે ટાળે છે, જે તેને મેદાન પર અન્ય ખેલાડીઓ કરતા વધુ ઝડપી અને મજબૂત રાખે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now