Home Sports Cricket News Top5 Indian Bowlers With Most Wickets In Tests At Lords

લોર્ડ્સમાં ભારતીય બોલરનો દબદબો : આ 5 બોલર જેને લોર્ડ્સમાં સૌથી વધુ વિકેટ ઝડપી

લોર્ડ્સમાં ભારતીય બોલરનો દબદબો
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2025, 11:56 AM IST

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડને ક્રિકેટનું મક્કા કહેવામાં આવે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની લોર્ડ્સમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ ઐતિહાસિક મેદાન પર રમાઈ રહી છે. ત્યારે જાણો કયા ભારતીય બોલરોએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લઈને લોર્ડ્સમાં ઇતિહાસ રચ્યો છે. જૂઓ ટોપ 5 ની સંપૂર્ણ યાદી


બિશન સિંહ બેદી
ભારતીય સ્પિન ચોકડીના મહત્વના સભ્ય રહેલા બિશન સિંહ બેદીએ લોર્ડ્સના મેદાન પર 17 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડની સીમિંગ કન્ડિશન્સમાં સ્પિનથી આટલો પ્રભાવ પાડવો એ એક મોટી સિદ્ધિ છે.

કપિલ દેવ
ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર અને 1983 વિશ્વ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પણ 17 વિકેટ લઈને બિશન સિંહ બેદી સાથે ટોપ પર છે. તેમણે લોર્ડ્સ પિચની સ્વિંગ અને બાઉન્સનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો હતો.

ઈશાંત શર્મા
2014 લોર્ડ્સ ટેસ્ટમાં 7 વિકેટ લઈને ભારતને જીત અપાવનાર ઈશાંત શર્માએ આ મેદાન પર કુલ 17 વિકેટ ઝડપી છે. તેઓ હજુ પણ ભારતના સફળ ઝડપી બોલરોની યાદીમાં સમાવેશ થાય છે.

અનિલ કુંબલે
ભારતીય સ્પિન લિજેન્ડ અનિલ કુંબલેએ લોર્ડ્સમાં 12 વિકેટ લીધી છે. તેમણે ઇંગ્લેન્ડની સપાટ પિચો પર પણ ગૂગલી અને ફ્લિપરથી બેટ્સમેનોને આઉટ કર્યા હતા. કુલ 132 ટેસ્ટમાં 619 વિકેટ તેમના નામે છે. આ ઉપરાંત તેમણે ટેસ્ટ મેચમાં એક ઈન્ગિંસમા 10 વિકેટ ઝડપવાનો અનોખો રેકોર્ડ છે.

ઝહીર ખાન
ડાબા હાથના સ્વિંગ માસ્ટર ઝહીર ખાને લોર્ડ્સના મેદાન પર 11 વિકેટ ઝડપી છે. તેમણે ઇંગ્લેન્ડ સામે કુલ 13 ટેસ્ટમાં તેમણે 43 વિકેટ લીધી હતી. આ સાથે કુલ 92 ટેસ્ટમાં 311 વિકેટ ઝડપી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now