Home Sports Cricket News Royal Challengers Bengluru Rcb Virat Kohli Ipl Indian Premier League World Cup

બેંગલુરુનું એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુરક્ષિત નથી : મહિલા વર્લ્ડ કપ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ પર મુશ્કેલીઓ

બેંગલુરુનું એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુરક્ષિત નથી
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 10:20 AM IST

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની જીત પછી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટ્રી પરેડ થઈ હતી. વિક્ટ્રી પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર દોડધામ થઈ ગઈ હતી. જેના કારણે 11 લોકનું મૃત્યુ થઈ હતું, અને 50 જેટલા ઘાયલ થાય હતા.

ન્યાયિક પંચના અહેવાલ કર્ણાટક કેબિનેટમાં મંજૂરી

ચિન્નાસ્વામી સ્ટેડિયમના ઘટનાની તપાસ માટે જસ્ટિસ જોન માઇકલ ડી'કુન્હા ના નેતૃત્વમાં એક કમિશનની રચના કરવામાં આવી હતી. આ ન્યાયિક પંચના અહેવાલ હાલમાં કર્ણાટક કેબિનેટમાં મંજૂરી આપાઈ છે.મીડિયા રિપોર્ટ કહેવા અનુસાર ન્યાયિક રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલશા સામે આવ્યા છે. રિપોર્ટમાં બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમને મૂળભૂત રીતે અસુરક્ષિત જાહેર કરાયું છે. રિપોર્ટમાં બતાવ્યું છે કે ચિન્નાસ્વામી સ્ટેડિયમનું વર્તમાન માળખું મોટા કાર્યકર્મો માટે અયોગ્ય અને જોખમ ભર્યું છે. સ્ટેડિયમમાં ન તો પૂરતા એન્ટ્રી & બહાર માટેના ગેટ્સ નથી, અને આંતરરાષ્ટીય પ્રકારની ઇમર્જન્સિ એક્સિટનો પ્લાન પણ નથી. સ્ટેડિયમની આસપાસના રોડ પણ ખૂબ વયસ્ત હોય છે. સાથે ને સાથે પાર્કિંગની પણ પૂરતી જગ્યા નથી.

મહિલા વર્લ્ડ કપ અને આઇપીએલ ની મેચો પર સવાલો!

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મહિલા વર્લ્ડ કપ 2025ના ઓછામાં ઓછી 4 મેચ આ સ્ટેડિયમમાં થવાની છે. જો પાકિસ્તાનની ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં નથી પ્રવેશ કરતી તો આ ટુર્નામેન્ટની ફાઇનલ પણ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે. આની સાથેને સાથે આવતા વર્ષે રમાવનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 અને મહિલા પ્રીમિયર લીગ (WPL) મેચોનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ અહેવાલ આવ્યા પછી, આંતરરાષ્ટીય અને બીજી કોઈ પણ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરતાં પહેલા એક મોટો પ્રશ્ન ઊભો થાય છે.

કર્ણાટક સરકારે ન્યાયિક પંચના અહેવાલને મંજૂરી આપી છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB),કર્ણાટક ક્રિકેટ સંઘ (KSCA), DNA એન્ટરટેઈનમેન્ટ અને બેંગલુરુ પોલીસના અધિકારીઓ પર કાનૂની કાર્યવાહી ચાલી રહી છે તે નક્કી થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર વિક્ટ્રી પરેડ દરમિયાન ફક્ત 79 પોલીસ કર્મી ત્યાં આગળ હાજર હતા, બહારના ભાગમાં કોઈ પણ ન હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now