Home Sports Cricket News Rohit Sharma Virat Kohli Odis T20i England Vs India Retiredt

Cricket Update ; Ind vs Eng ODI અને T20I સીરીઝ ક્યારે રમાશે? : 5 T20I અને 3 ODI મેચ, જાણો કંઈ મેચ ક્યાં રમાશે?

Cricket Update ; Ind vs Eng ODI અને T20I સીરીઝ ક્યારે રમાશે?
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 01:19 PM IST

ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાશે છે, જ્યાં ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડની સામે 5 ટેસ્ટ સીરીઝ રમી રહી છે. ટેસ્ટ સીરીઝને જોડે જોડે ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટી ખુશ ખબર સામે આવી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડએ ઘોષણા કરી છે કે, આવતા વર્ષે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 T20I અને 3 ODI મેચો રમાશે. જે ODI અને T20 બંને સીરીઝ આવતા વર્ષેના જુલાઈ 2026માં રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચેની T20 સીરીઝની શરૂઆત 1 જુલાઈ DURHAM ના થશે. ત્યારબાદ તમામ મેચો T20I ની 4 જુલાઈ, 7 જુલાઈ, 9 જુલાઈ,11 જુલાઈના દિવસે રમાશે. તેના પછી ODI સીરીઝની પહેલી મેચ 14 જુલાઈએ રમાશે અને 2 ODI 16 જુલાઈ અને 19 જુલાઈ આમ ક્રમશ રમાશે.

અત્રે જણાવી દઈએ કે, આવતા વર્ષે ઈંગ્લેન્ડ સામેની ODI સીરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા રમતા જોવા મળી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર્ડમેન્ટ લીધા બાદ પહેલીવાર આ બંને દિગ્ગજ ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં રમતા દેખાશે. T20ની વાત કરીયે તો આવતા વર્ષે રમાવનાર ફેબ્રુઆરી-માર્ચ થનાર T20I WORLD CUPની પછી ભારતની કદાચ આ પહેલી સીરીઝ હોઈ શકે.

જુઓ, કઈ મેચ ક્યાં સ્ટેડિયમમાં રમાશે

1 જુલાઈ-પહેલી T20, DURHAM

4 જુલાઈ- બીજી T20, MANCHESTER

7 જુલાઈ-ત્રીજી T20, NOTTINGHAM

9 જુલાઈ-ચોથી T20, BRISTOL

11જુલાઈ-પાંચવી T20, SOUTHAMPTON

14જુલાઈ-પહેલી ODI, BARMINGHAM

16 જુલાઈ-બીજી ODI, CARDIFF

19 જુલાઈ-ત્રીજી ODI, LONDON

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now