Home Sports Cricket News Jasprit Bumrah Absence Who Will Play The Fifth Test Match Against England At The Oval

IND vs ENG: પાંચમી ટેસ્ટ મેચમાં નહી રમે બુમરાહ! : આ બે ખેલાડીમાંથી એકને મળશે તક?

IND vs ENG: પાંચમી ટેસ્ટ મેચમાં નહી રમે બુમરાહ!
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 10:12 AM IST

IND vs ENG 5th Test: ઈન્ડિયન ટીમના ઘાતક ફાસ્ટ બોલર જસપ્રિત બૂમરાહ ઇંગ્લેન્ડની સામે ચાલી રહેલ એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ મેચ નહીં રમે, જે ગુરુવારે (31 જુલાઇ) ઓવલના મેદાનમાં રમાવાની છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. BCCIની મેડિકલ ટીમે બુમરાહને કહ્યું છે કે આ નિર્ણય તેમની પીઠની સુરક્ષા અને લાંબા સમય સુધી કારકિર્દીને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણય આશ્ચર્યજનક નથી, કારણ કે બુમરાહ ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાંચમાંથી ફક્ત ત્રણ ટેસ્ટ રમશે તે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું. બુમરાહ Headingley (લીડ્સ) ખાતે પહેલી ટેસ્ટ રમ્યો હતો, Edgbaston (બર્મિંગહામ) ખાતે બીજી ટેસ્ટ ચૂકી ગયો, ત્યારબાદ લંડનના લોર્ડસ અને માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડની બે મેચ રમ્યો હતો.

સીતાંશુ કોટકે બૂમરાહના રમવા પર શું કીધું?

30 જુલાઈની પ્રેસ કોન્ફરેંસમાં બૂમરાહના રમવા પર કીધું હતું, જસપ્રિત બૂમરાહના રમવા પર કોઈ ચર્ચા નથી ચાલી રહી, હવે તે ફિટ છે. તેમના વર્કલોડ અનુસાર તેમણે ગઈ મેચમાં એક જ ઇનનિંગમાં બોલિંગ કરી હતી, એટલા માટે હવે હેડ કોચ, ફિઝીયો અને કપ્તાનની વચ્ચે ચર્ચા થશે.

ઓલ્ડ ટ્રેફોર્ડમાં બૂમરાહનું પ્રદર્શન કેવું હતું?

ચોથી મેચમાં ધીમી અને સપાટ પિચની સાથે સાથે બૂમરાહને વધારે ઓવર ફેકાવાથી બૂમરાહની સ્પીડમાં અસર પડી છે. આ દરમિયાન તેને તેના ટેસ્ટ કરિયરમાં પ્રથમ વખત 100 રનથી વધુ રન પડ્યા. સીરીઝમાં બૂમરાહની ફાસ્ટ બૉલ (140km/h થી વધારે)ની સંખ્યા સળંગ ઘટતી જોવા મળી છે. Headingley માં 42.7% જેટલી બૉલ ફાસ્ટ હતી, લોર્ડ્સમાં 22.3% જેટલી બૉલ ફાસ્ટ હતી, ઓલ્ડ ટ્રેફોર્ડમાં ફક્ત 0.5% જેટલી બૉલ ફાસ્ટ હતી.

બૂમરાહનું આ સીરીઝમાં પ્રદર્શન કેવું રહ્યું?

બૂમરાહ એ આ સીરીઝમાં 14 વિકેટની સાથે મોહમ્મદ સિરાજની સાથે સંયુક્ત રૂપથી બીજી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. માન્ચેસ્ટરના ટેસ્ટ મેચ ડ્રૉ થયા પછી હેડકોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, બૂમરાહ છેલ્લી મેચ માટે ઉપલબ્ધ છે, પરંતુ બે દિવસ પછી ઈન્ડિયન ટીમે બૂમરાહને આરામ આપવાનો નિર્ણય કર્યો.

બૂમરાહની જગ્યાએ કોણ રમશે?

બુમરાહની ગેરહાજરીમાં પાંચમી ટેસ્ટમાં આકાશ દીપ/અર્શદીપ સિંહને રમવાનો મોકો મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now