Home Sports Cricket News Indias Under 19 Team Tours Australia Ayush Mhatre Is The Captain And Vihan Malhotra Is The Vice Captain And Vaibhav Suryavanshi Got A Place In The Team

IND vs AUS : U19 ટીમની જાહેરાત... : Vaibhav Sooryavanshi ને મળી જગ્યા અને Ayush Mhatre કેપ્ટન

IND vs AUS : U19 ટીમની જાહેરાત...
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 08:55 AM IST

India U19 squad Australia tour BCCI એ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમ જાહેર કરી છે. આ ટીમમાં ફરી એક વાર આયુષ મ્હાત્રેને કપ્તાન બનાવામાં આવ્યો છે. અને વિહાન મલ્હોત્રાને ઉપ-કપ્તાન બનાવ્યો છે.

ઈંગ્લેન્ડના પ્રવાસે ખૂબ સારું પ્રદર્શન કરનાર વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ કરવામાં આવેલ છે. ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ 21 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ પ્રવાસે ભારતીય ટીમ 3 વનડે અને ચાર દિવસની 2 મેચ ઓસ્ટ્રેલિયાની U19 ટીમની સામે રમશે. હાલમાં જ ઈંગ્લેન્ડ અંડર-19ના પ્રવાસમાં ભારતીય U19ની ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. ઈંગ્લેન્ડના પ્રવાસે ભારતીય U19 ટીમે ઈંગ્લેન્ડમાં 2 ટેસ્ટ અને 5 વનડે રમી હતી, જેમાં બંને ટેસ્ટ મેચો ડ્રૉ થઈ હતી. અને 5 વનડે ને ભારતીય ટીમે 3-2 થી જીતી હતી. ચોથી વનડેમાં વૈભવ સૂર્યવંશી અને વિહાન મલ્હોત્રાના શતકની મદદથી ભારતીય ટીમે 363 રન બનાવ્યા હતા, અને તે મેચ ભારતીય ટીમ જીતી હતી.

વનડે મેચોની તારીખો: 21 સપ્ટેમ્બર, 24 સપ્ટેમ્બર, 26 સપ્ટેમ્બર.

ચાર દિવસની મેચોની તારીખો: 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર, 7 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર

ભારતની અંડર-19 ટીમ:

આયુષ મ્હાત્રે(કપ્તાન), વિહાન મલ્હોત્રા(ઉપ-કપ્તાન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ(વિકેટકીપર), હરવંશ સિંહ(વિકેટકીપર), આર.એસ. અંબરીશ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, હેનીલ પટેલ, ડી. દિપેશ, કિશન કુમાર, અનમોલજીત સિંહ, ખીલન પટેલ, ઉદ્ધવ મોહન, અમન ચૌહાણ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ:

યુધાજીત ગુહા, લક્ષ્મણ, બી.કે. કિશોર, અલંકૃત રાપોલે, અર્ણવ બુગ્ગા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now