Home Sports Cricket News Indian Cricket Team Will Not Play Semi Final Match Against Pakistan Nishant Pitti Co Founder Of Easemytrip Said

ભારતે પાકિસ્તાન સાથેની નોક-આઉટ મેચ રમવાનો કર્યો ઇનકાર! : ટુર્નામેન્ટના સ્પોન્સરે શું જવાબ આપ્યો?

ભારતે પાકિસ્તાન સાથેની નોક-આઉટ મેચ રમવાનો કર્યો ઇનકાર!
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 12:39 PM IST

WCL ની સેમી ફાઇનલમાં ભારત ચેમ્પિયન્સે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડસમાં પાકિસ્તાન લિજેન્ડસની સામે થનારી સેમીફાઇનલ મેચ રમવા પર ઇનકાર કર્યો. આ મેચ ગુરુવારએ યોજવાની હતી. ભારતીય ટીમનું કહેવું છે કે તે પાકિસ્તાનની સામે કોઈ પણ પ્રકારની મેચ રમવા માંગતી નથી. ભારત ચેમ્પિયન્સે મંગળવારે વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સને 13.2ઓવરમાં હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે. અગાઉ પણ, ખેલાડીઓ અને ટુર્નામેન્ટના મુખ્ય દર્શકોના વિરોધને કારણે ભારત-પાકિસ્તાનની ગ્રુપ સ્ટેજની મેચ પણ રદ કરવામાં આવી હતી.

'આંતકવાદ અને ક્રિકેટ બંને સાથે ન ચાલી શકે.'

મીડિયા રિપોર્ટના મુજબ ટુર્નામેન્ટના સ્પોન્સર EaseMyTrip નામની કંપનીએ પણ, સેમિફાઇનલ મેચમાંથી પોતાને દૂર રાખી છે. કંપનીના સહ-સ્થાપક નિશાંત પિટ્ટીએ કહ્યું કે, ભારતના લોકની ભાવનાઓનું સન્માન કરીને અમે આ મેચથી ખસી રહ્યા છીએ. તેમના માટે 'આંતકવાદ અને ક્રિકેટ બંને સાથે ન ચાલી શકે.'

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવને પણ કહ્યું કે, તે પાકિસ્તાનની સામે નહીં રમે. ભારતની શરૂઆત આ ટુર્નામેન્ટમાં સારી ન થઈ હતી. તેમણે પ્રથમ ત્રણ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ થી હાર મળી હતી. પાકિસ્તાનની સામેની મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ હતી. વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયન્સની સામે જીત બાદ ભારતીય ટીમ સેમી ફાઇનલમાં આવી હતી. આ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં પણ ભારતે પાકિસ્તાનની સામે મેચ રમી ન હતી. કેમ કે, કેટલાક ખેલાડીઓએ આ મેચથી નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. શિખર ધવન અને હરભજન સિંહે તે મેચને Boycott ની શરૂઆત કરવામાં મહત્વના ખેલાડી હતા. ધવને સોશિયલ મીડિયા પર એક આખો ઈમેલ શેર કર્યો હતો, જેમાં તેમણે WCL ના આયોજકોને પહેલાથી કઈ દીધું હતું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલ તણાવને લઈને તે પાકિસ્તાનની સામે કોઈ પણ પ્રકારની મેચ નહી રમે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now