Home Sports Cricket News India Vs Pakistan Asia Cup 2025what Are The Obstacles In Cancelling The India Pakistan Match Know What Will Be The Impact If The Asia Cup 2025 Match Is Postponed

Asia Cup 2025:ભારત-પાકિસ્તાન મેચ ન થાય તો શું અસર થશે? : શું અવરોધ ઊભો થઈ રહ્યો છે?

Asia Cup 2025:ભારત-પાકિસ્તાન મેચ ન થાય તો શું અસર થશે?
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 01:51 PM IST

ભારત અને પાકિસ્તાનની છેલ્લી મેચ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં થઈ હતી. ત્યારબાદ જમ્મુ-કશ્મીરના પહેલગામમાં એક આતંકી હુમલાના કારણે સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો હતો. ભારતે પાકિસ્તાનથી બધા જ પ્રકારના સંબંધો તોડી નાખવાનું જાહેરાત કરી છે. પરંતુ ફરી સપ્ટેમ્બરમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે.

મેચ રદ થાય તો કઈ ટીમને થશે ફાયદો?

મીડિયા રિપોર્ટ અનુસાર Asian Cricket Council(ACC)એ સ્પષ્ટ કરી દીધું છે કે આ મેચ રદ કરવામાં નહીં આવે. એક વરિષ્ઠ અધિકારીએ કીધું કે, આ બે દેશો વચ્ચેની શ્રેણી નથી પરંતુ એક બહુરાષ્ટીય ટુર્નામેન્ટનો ભાગ છે. જો ભારત આ ટુર્નામેન્ટમાંથી નીકળી જાય, તો પાકિસ્તાનને સીધો ફાયદો થશે. એશિયા કપને ICC નહીં પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલ આયોજિત કરે છે, જેના વર્તમાન અધ્યક્ષ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવી છે. આ ટુર્નામેન્ટનું બ્રોડકાસ્ટનો અધિકાર Sony Network ને 17 કરોડ ડોલર (લગભગ 1400 કરોડ રૂપીયા)માં ખરીદ્યું છે.

સૌની નજર BCCI પર!

ભારત-પાકિસ્તાનનો આ સોદો સૌથી મોટી યુએસપી(મુખ્ય આકર્ષણ) છે, અને વ્યૂઅરશીપ બીજી બધી મેચો કરતાં વધારે હશે. આ મેચને રદ કરવાથી બ્રોડકાસ્ટર્સની કમાણીમાં ફરક પડશે. જે ACCના 24 સભ્ય દેશો, ખાસ કરીને વિકાસશીલ દેશોની આવકમાં અસર કરશે.જોકે BCCI હજુ પણ ખેલ મંત્રાલયના હેઠળ નથી, પણ અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખશે. ગયા અઠવાડિયે, ઇંગ્લેન્ડમાં યોજાનારી ભારત-પાકિસ્તાન લિજેન્ડ્સ મેચ પણ સોશિયલ મીડિયામાં વિરોધને કારણે રદ કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now