Home Sports Cricket News India Vs England 2025 Manchester Old Trafford Shubhman Gill Kl Rahul Ravindra Jadeja Washington Sundar Joe Root Century

IND vs ENG: : ભારતીય ટીમનાં મજબૂત ઈરાદાઓ સામે અંગ્રેજોને ઝૂકવું પડ્યું

IND vs ENG:
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 11:40 AM IST

શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતીય ટીમે ઇંગ્લેન્ડની સામે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડના મેદાનમાં રમાયેલ ટેસ્ટ મેચને ઈન્ડિયાએ ડ્રૉ કરી. ભારત માટે આ ડ્રૉ કોઈ જીતથી ઓછો નથી. એક સમય માટે ટીમ ઈન્ડિયા મેચમાં ગણી પાછળ હતી કેમ કે બંને ટીમની પહેલી ઇનિંગ્સ પછી ઇંગ્લેન્ડની ટીમ પાસે 311 રનોની લીડ હતી, અને ફક્ત પાંચ સેશનની રમત બાકી હતી. તેવામાં ભારતીય ટીમની હારવાની સંભાવના વધારે લાગી રહી હતી.

ભારતીય ટીમ 0 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. જે યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનની વિકેટ હતી. તેના પછી શુભમન ગિલ બેટિંગ માટે આવે છે, અને કે.એલ. રાહુલની સાથે મળીને એક સારી પાર્ટનરશીપ બનાવી. શરૂઆતમાં શુભમન ગિલ વનડેની સ્ટાઇલમાં રમ્યો, ત્યારબાદ 50 રન પૂરા કર્યા પછી તેને સાવચેતી પૂર્વક બૅટિંગ કરવાનું વિચાર્યું કેમ કે ત્યાર સુધીમાં બૉલ જૂનો થઈ ગયો હતો. ત્યાં જ કે.એલ. રાહુલે તેની જ સ્ટાઇલમાં બૅટિંગ કરી અને ખરાબ બૉલ પર જ શોટ્સ મારવાનો પ્રયત્ન કર્યો. રાહુલ અને ગિલે ચોથા દિવસે બીજા અને ત્રીજા સેશનમાં ઇંગ્લેન્ડને એક પણ વિકેટ ન આપી. ચોથા દિવસના સ્ટંપસ સુધીમાં ભારતનો સ્કોર 174 રનમાં 2 વિકેટ હતી.

હવે મેચના પાંચમો દિવસનો પ્રથમ સેશન ખૂબ નિર્ણાયક હતું, જ્યાં ભારતીય ટીમે વિકેટ ગુમાવાની ન હતી. પરતું બંને સેટ બૅટ્સમૅન આઉટ થઈ ગયા. કે.એલ. રાહુલ બેન સ્ટોક્સની અંદર આવતી બૉલ પર (LBW) આઉટ થઈ ગયો. શુભમન ગિલે સચિન તેંડુલકર બાદ પ્રથમ ભારતીય બૅટ્સમૅન બન્યો જેને 35 વર્ષ બાદ માન્ચેસ્ટરમાં શતક ફટકાર્યો હોય. તેવામાં તે પોતાની એકાગ્રતા ગુમાવી દીધી અને જોફ્રા આર્ચરની બૉલ પર તે વિકેટકીપર જેમી સ્મિથના હાથે આઉટ થઈ ગયો હતો. રાહુલે 39.13ના સ્ટ્રાઈક રેટથી 90 રન બનાવ્યા અને ગિલે 43.3ના સ્ટ્રાઈક રેટથી 103 રન બનાવ્યા. ગિલ અને રાહુલની વચ્ચે ત્રીજા વિકેટ માટે 188 રનની પાર્ટનરશીપ થઈ હતી.

જો રૂટથી થઈ એક મોટી ભૂલ...

જ્યારે શુભમન ગિલ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 222 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, અને ત્યારે 2 સેશન જેટલી રમત બાકી હતી. ત્યારે ભારતીય ટીમ થોડીક દબાવમાં લાગી રહી હતી. નવા બૅટ્સમૅન તરીકે આવેલ રવીન્દ્ર જાડેજાનો પ્રથમ બૉલ જો રૂટના હાથમાં જાય છે, પરતું રૂટ તે કેચ પકડી ન શક્યો. આ જીવનદાન ઇંગ્લેન્ડની ટીમ માટે ભરી પડી ગયું. અને કે.એલ. રાહુલના આઉટ થાય બાદ વોશિંગ્ટન સુંદર બૅટિંગ માટે આવ્યા હતા, સુંદરને ઉપર બૅટિંગ કરવા મોકલવાનો નિર્ણય કામ કરી ગયો.

રવીન્દ્ર જાડેજા બૅટિંગ માટે આવ્યા ત્યારે બૉલ નવો હતો તેનાથી જાડેજાને રન બનાવામાં મુશ્કેલી ન પડી, તેના લીધે ઇંગ્લેન્ડની ટીમ દબાવમાં આવા લાગી. બીજી બાજુ વોશિંગ્ટન સુંદર સેટ થઈ ગયા પછી તેને ખૂબ સુંદર શોટ્સ રમ્યા. જાડેજા અને સુંદરની આ પાર્ટનેરશીપને તોડવા માટે ઇંગ્લેન્ડની ટીમે ગણો પ્રયત્ન કર્યો, પણ તે બંને નક્કી કરીને આવ્યા હશે કે વિકેટ તેમણે ગિફ્ટમાં નથી આપવી.

પાંચમા દિવસના બીજા સેશનમાં ભારતે એક પણ વિકેટ ન ગુમાવીને અને ત્યાં સુધીમાં ભારતીય ટીમે લીડ પણ લઈ લીધી હતી. પરતું છેલ્લું સેશન ખાલી નામ માત્રનું જ રહી ગયું હતું, જેમાં જાડેજા એન સુંદરે પાંચમી વિકેટ માટે 203 રનની પાર્ટનરશીપ થઈ હતી. જેમાં રવીન્દ્ર જાડેજાના 107 રન અને વોશિંગ્ટન સુંદરના 101 રન પર નોટઆઉટ પાછા આવ્યા.

ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ટીમના હોશ ઉડાવી નાખ્યા.

કે.એલ. રાહુલ, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદરની આ લડાયક બૅટિંગ ફેન્સ ક્યારે પણ ન ભૂલી શકે. કેમ કે જ્યાં હારની સંભાવના હતી ત્યાં ડ્રૉ કર્યો. આ ડ્રૉ પણ આપણા માટે જીત જ કહેવાય કેમ કે, જો આ મેચ ઇંગ્લેન્ડની ટીમ જીતી જાત તો, ઇંગ્લેન્ડ આ શ્રેણીને 3-1 રહી જીતી રહી હોત, પરતું હવે ભારતીય ટીમ આ શ્રેણી નથી જીતી શક્તિ પરંતુ આ સીરીઝને બરાબર કરવાની તક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now