Home Sports Cricket News Icc New Rule Substitute Rishabh Pant Dhruv Jurel Ind Vs Eng India Vs Englandd

Icc New Rules : નિયમોમાં બદલાવ કરી શકે છે ICC, પંતની ઇંજરી બાદ નિયમમાં ફેરફાર ની સંભાવના

Icc New Rules
Published by: OBS Bureau
Last Updated: Jul 25, 2025, 10:59 AM IST

ઋષભ પંતની ઇંજરી પછી... સબસ્ટિટ્યુટ પ્લેયર પણ કરી શક્શે બેટિંગ-બોલિંગ!

લોર્ડસમાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઋષભ પંતને ઇર્જા થઈ હતી. ત્યારે પંત ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની બૉલ પકડવાના ચક્કરમાં તેને ડાબા હાથની આંગડીમાં ઇંજરી થઈ હતી, ત્યારે પંતની જગ્યા એ ધ્રુવ જૂરેલ એ વિકેટકીપિંગ કરી હતી.

ભારત-ઈંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલ મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાતી આ ટેસ્ટ મેચમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ગંભીર ઇંજરી થઈ છે. ઋષભ પંતને આ ઇંજરી પહેલા દિવસની રમત દરમિયાન જમણા પગના અંગૂઠામાં ઇંજરી થઈ છે. ત્યારે તે ક્રિસ વોકસની બૉલ પર રિવર્સ સ્વીપ મારવાના કારણ એ આ ઇંજરી થઈ. ત્યારે તેને ખૂબ પીડા થતી હોય તેમ દેખાઈ રહ્યું હતું અને ત્યારબાદ તેને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું.

પરંતુ ઋષભ પંતએ બીજા દિવસએ આવી બેટિંગ કરી અને અર્ધશતક કર્યું. પણ તે આ મેચમાં વિકેટકીપિંગની હાલતમાં નથી. એટલે તેની વિકેટકીપિંગની જવાબદારી ધ્રુવ જૂરેલ કરી રહ્યો છે. પણ ICC ના નિયમ પ્રમાણે ધ્રુવ જૂરેલ ખાલી કીપિંગ જ કરી શકે છે.

હાલના નિયમ પ્રમાણે કોઈ પણ ખેલાડી ઘાયલ થાય તો તેના બદલમાં આવનાર ખેલાડી સબસ્ટિટ્યુટ ખેલાડી ફક્ત ફિલ્ડિંગ કરી શકે છે, પરંતુ તે ખેલાડી બેટિંગ કે બોલિંગ કરી શક્તો નથી. પરંતુ જો કોઈ પ્લેયરને માથામાં કે આંખમાં ઇંજરી થાય અને તે કન્કશન ટેસ્ટમાં જો નિષ્ફળ જે તો, કન્કશન સબસ્ટિટ્યુટનો ઉપયોગ કરી શકાય. કન્કશન સબસ્ટિટ્યુટ બોલિંગ, બેટિંગ, અને ફિલ્ડિંગ કરી શકે છે.

ICC તેના નિયમો માં કરશે ફેરફાર?

હવે ઋષભ પંતની ઇંજરી પછી ICC સબસ્ટિટ્યુટ ના નિયમોમાં બદલાવ કરી શકે છે. TOI ના રિપોર્ટ મુજબ આવનારા સમયમાં બાહ્ય ઇંજરી માટે પણ ટીમ રિપ્લેસમેન્ટની પરવાનગી આપી શકે છે. રિપોર્ટમાં કીધું છે કે ICC આ નિયમને લઈને પહેલાથી ચર્ચામાં હતા. ICC ની ક્રિકેટ સમિતિ આવતી બેઠકમાં આ નિયમ માટે વિચાર કરશે.

ICC ના એક સૂત્ર એ કીધું છે કે, "આ વાતની શક્યતા છે કે ગંભીર બાહ્ય ઇંજરી લગતી પરિસ્થિતિમાં ટીમોને રિપ્લેસમેન્ટ ખેલાડી લાવાની પરવાનગી આપવામાં આવશે. આ મુદ્દે પર પહેલાથી જ વિચારો ચાલી રહ્યા હતા." આશા છે કે, ICC ક્રિકેટની કમેટીની આવતી બેઠકમાં આ મુદ્દે કઈંક ઔપચારિક ઉપાય આપી શકે.

લોર્ડસમાં રમાવેલ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન પણ ઋષભ પંતને ઇંજરી થઈ હતી. ત્યારે પંત ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની બૉલ પકડવાના ચક્કરમાં પોતાના ડાબા હાથની આંગડીમાં ઇંજરી થઈ હતી, ત્યારે પંતની જગ્યાએ ધ્રુવ જૂરેલ એ વિકેટકીપિંગ કરી હતી, પરંતુ હાલના નિયમો પ્રમાણે ધ્રુવ જૂરેલ બેટિંગ કરી શક્યો ન હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now