Home Sports Cricket News Ben Stoke Ravindra Jadeja Ind Vs Eng Anderson Tendulkar Trophy 2025

IND vs ENG: મેચ ડ્રૉ થતાં બેન સ્ટોક્સ થયો ગુસ્સે : ઈંગ્લેન્ડના હાથમાં હતી જીત ત્યારે સુંદર અને જાડેજાએ કમાલ કર્યો

IND vs ENG: મેચ ડ્રૉ થતાં બેન સ્ટોક્સ થયો ગુસ્સે
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 11:44 AM IST

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલ ચોથી ટેસ્ટ મેચ ડ્રૉ થઈ હતી. આ મેચના પાંચમા દિવસે રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે ખૂબ સારી બૅટિંગ કરીને ઇંગ્લેન્ડની જીત પર વંચિત કરી નાખી. જાડેજા 107 અને સુંદર 101 રન પર નોટઆઉટ આવી હતા. બંનેની વચ્ચે પાંચમી વિકેટ માટે 203 રનની પાર્ટનરશીપ ફટકાર્યા હતા. છેલ્લા દિવસની રમતમાં હોબાળો જોવા મડ્યો. જ્યારે ભારતનો સ્કોર 386 રન હતો અને તેની લીડ 75 રનની થઈ ગઈ હતી, ત્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે બંને બેટ્સમૅનો (રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર) ની જોડે જઈને ડ્રૉ માટે હાથ માળવા માંગ્તો હતો. પરતું જાડેજા અને સુંદરે હાથ મળવાથી ના પડી દીધી, કેમ કે બંને બેટ્સમૅનો ત્યારે શતકની નજીક હતા. જાડેજા 89 રન પર અને સુંદર 80 રન પર રમતા હતા. આ નિર્ણયથી બેન સ્ટોક્સ ખૂબ ગુસ્સામાં જોવા મડ્યો. તેને જાડેજાને કટાક્ષમાં કહ્યું કે,'તમે હેરી બ્રુકની સામે ટેસ્ટ શતક બનાવશો.'ઇંગ્લેન્ડની ટીમે એના પછી તેના પાર્ટ-ટાઇમ બોલરો જો રૂટ અને હેરી બ્રુકથી બોલિંગ કરાવી, જેથી બેટ્સમૅનો ઝડપથી રન બનાવી શકે અને મેચનો અંત આવી શકે. તે પછી રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પોતાની સદી પૂરી કરીને, ત્યારપછી મેચને ડ્રૉમાં સમાપ્ત થઈ.

શું સ્ટોકસે જાડેજાથી મેચ પછી હાથ નથી મેળવ્યો?

હાલમાં, સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોકસે રવીન્દ્ર જાડેજા સાથે હાથ ન મેળવ્યો. મેદાનમાં જેવુ વાતાવરણ હતું, તેના લીધે અમુક લોકોને આ હકીકત લાગ્વા લાગી.

ટીમ ઈન્ડિયા ના પૂર્વ ક્રિકેટર સંજય મંજરેકરે આ મામલે શું કહ્યું

સંજય મંજરેકરે કીધું કે, મેચ પૂરી થયા પછી ખુદ રવીન્દ્ર જાડેજા બેન સ્ટોક્સ સાથે હાથ મેળવવા ગયો હતો. ત્યારે પણ બેન સ્ટોક્સ ગુસ્સામાં હતો. જ્યારે મેદાન પર વાતચીત ચાલતી હતી, ત્યારે જાડેજા ઘણી સારી રીતે સાંભળી રહ્યા હતા. તે હસતો હતા. અંતે, બેન સ્ટોક્સે તેમની સાથે હાથ ન મેળવ્યો ત્યારે મને લાગ્યું કે જાડેજા ધીરજ ગુમાવી ચૂક્યો છે. તેને ઘણા સમય સુધી પોતાને રોકી રાખ્યો હતો.

પરતું હકીકત કઈંક જુદી જ હતી. મેચ પૂરી થાય પછી ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ પહેલા સામેથી આગળ આવ્યા અને ભારતીય બેટ્સમેન રવીન્દ્ર જાડેજા સાથે હાથ મળાવ્યો.

ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ તેના X એકાઉન્ટ પર બેન સ્ટોક્સ અને રવિન્દ્ર જાડેજાની સાથે હાથ મળાવતો ફોટો પોસ્ટ કર્યો.

બેન સ્ટોકસે કહ્યું કે, મને ભારતીય ટીમ માટે ખૂબ માન છે, મને વિશ્વાસ હતો કે મેચ ડ્રૉ જશે, ત્યારે મે મારા મુખ્ય બોલરને ઈજાથી બચાવા માટે મે તેમણે બોલિંગ ન આપી. સુંદર અને જાડેજા જેવા ખેલાડીઓ શતક મારીને પોતાની ટીમને બચાવે છે, તો તે એક જીતથી ઓછું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now