Home Sports Cricket News Asia Cup 2025 India Vs Pakistan Jammu And Kashmir Can The Sports Ministry Stop The India Pakistan Match Know Who Will Take The Final Decision Amid The Asia Cup Controversy

Asia Cup2025: શું ખેલ મંત્રાલય રોકી શકે છે? : એશિયા કપના વિવાદના વચ્ચે કોણ લેશે અંતિમ નિર્ણય

Asia Cup2025: શું ખેલ મંત્રાલય રોકી શકે છે?
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2025, 01:52 PM IST

એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે. પરતું જેવો કાર્યક્રમ જાહેર થયો, તેવું જ સોશિયલ મીડિયા પર ટીકાઓનો વરસાદ થવા લાગ્યો અને સરકારને માંગ કરી છે કે ભારત અને પાકિસ્તાનની મેચો બંધ કરી દેવી જોઈએ. પરતું પ્રશ્નએ ઊભો છે, ભારત સરકાર કે ખેલ મંત્રાલય આ મેચને રોકી શકે છે? આ વર્ષે અપ્રિલમાં થયેલ જમ્મુ કશ્મીરના પહેલગામના હુમલાની દુ:ખદ ઘટના પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે લશ્કરી તણાવ પણ વધી ગયું છે. આવા વાતાવરણમાં ભારત અને પાકિસ્તાનની મેચો પર પ્રશ્ન કરવાએ સ્વાભાવિક છે.

bcci ની ચિંતા વધી શકે છે:

ખેલ મંત્રાલયના સૂત્ર અનુસાર,"હાલ bcci(Board of Control for Cricket in India) ખેલ મંત્રાલયના સીધા નિયંત્રણમાં નથી આવતું કેમ કે 'નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ' હજુ સુધી પસાર થયું નથી. એટલે મંત્રાલયની કોઈ સત્તાવાર ભૂમિકા નથી, પરતું હવે bcci જનતાની ભાવનાઓ પર શું કાર્ય કરે છે તે જોવાનું રહશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે bcci એક સ્વતંત્ર સંસ્થા છે અને તે સરકારના કોઈ પણ દખલ વગર તે નિર્ણયો લઈ શકે છે. જો દેશભરમાં વિરોધની ભાવના વધશે તો bcci પર દબાણ બની શકે છે. પરતું હકીકત એ છે કે ખેલ મંત્રાલય આ મામલે સીધી દખલ કરી શકે નહીં.

યુએઇમાં થવાની છે આ ટુર્નામેન્ટ:

એશિયા કપનું આયોજન 9 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર સુધી યુએઇમાં થવાનું છે. ભારત-પાકિસ્તાનની વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાવાની છે. ભારત-પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખ્યા છે, આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. 4 ટીમ અલગ અલગ ગ્રુપમાં રાખી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, યુએઇ, ઓમાન છે. ગ્રુપ B માં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન,હોંગકોંગ ની ટીમો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now