સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જેમાં જેટલી પ્રસિદ્ધી મળે છે એટલી જ નફરત પણ. સોશિયલ મીડિયાએ લોકોને વિશ્વ સાથે જોડ્યા છે પરંતુ સાથે નકારાત્મકતાની આગ પણ લગાવી છે. હાલના વર્ષેમાં અપશબ્દો બોલવા, મનફાવે તેમ લોકો કમેન્ટ કરે છે. લોકો પાસે મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચવાની શક્તિ છે અને સાથે નફરત ફેલાવવાની પણ. જેના કારણે સૌની ચિંતામાં વધારો થયો છે. સમાજની અને સોશિયલ મીડિયા કંપનીઓની પણ અને એટલા માટે જ તેના પર નકેલ કસવાની તૈયારીઓ ચાલી રહી છે.
આને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલામાં, મેટા, ગૂગલ, ટિકટોક અને એક્સે યુરોપિયન કાયદા નિર્માતાઓને તેમના પ્લેટફોર્મ પર ગેરકાયદેસર દ્વેષપૂર્ણ ભાષણ સામે મજબૂત પગલાં લેવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સોમવારે, યુરોપિયન કમિશને ડિજિટલ સર્વિસીસ એક્ટ (DSA) હેઠળ સ્વૈચ્છિક પ્રતિજ્ઞાઓના સુધારેલા સમૂહમાં આ પ્રતિબદ્ધતાઓનો સમાવેશ કર્યો. એક અહેવાલ મુજબ, આ અપડેટ ગેરકાયદેસર સામગ્રી મધ્યસ્થતા સંબંધિત DSA આવશ્યકતાઓનું પાલન કેવી રીતે કરવું તે અંગે પ્લેટફોર્મ્સને સ્પષ્ટ માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરે છે.
ઈન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ, સ્નેપચેટ અને લિંક્ડઈન સહિતના અનેક પ્લેટફોર્મે એક કોડ ઓફ કંડક્ટ પર સાઈન કર્યું છે. જેમાં સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાના ઉપયોગ પર વાત કરવામાં આવી છે. આ કોડમાં આવા શબ્દો અને કન્ટેન્ટની ઓળખ કરવા અને તેને વધુ પારદર્શક બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પર વધતા હેટ સ્પીચના કિસ્સાઓને અટકાવવા માટે ટેક કંપનીઓ સઘન પગલાંઓ લઈ રહી છે. એટલે કે, ટ્રોલર્સ અને હેટર્સ પર સકંજો કસાઈ શકે છે.
રેશનકાર્ડ ધારકો માટે મોટું અપડેટ!: અનાજ વિતરણના નિયમોમાં થશે મોટો ફેરફાર, જાણો નવા પ્રસ્તાવમાં શું બદલાશે






