Home Gujarat Corona Havoc Is Continuously Increasing In Ahmedabad Teenager Undergoing Corona Treatment Dies In Ahmedabad

અમદાવાદમાં સતત વધી રહ્યો છે કોરોનાનો કહેર : કોરોનાની સારવાર લેતી 16 કિશોરીનું મોત, કોરોનાથી અત્યાર સુધી 4 મહિલાઓના થઈ ચૂક્યા છે મોત

અમદાવાદમાં સતત વધી રહ્યો છે કોરોનાનો કહેર
Published by: OBS Bureau
Last Updated: Jun 09, 2025, 01:01 PM IST

Ahmedabad Corona Case Update: અમદાવાદમાં કોરોનાનો કહેર વધ્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 131 નવો કોરોના કેસ નોંધાતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જ્યારે સોલા સિવિલમાં સારવાર લીધા બાદ દર્દીનું મોત થયું છે. અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસના આંકડો 646 પર પહોંચ્યો છે. સૌથી વધુ સંક્રમણ પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 204 , પશ્ચિમ ઝોનમાં 211 એક્ટિવ કેસ નોંધાયા છે.


અમદાવાદમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી 16 વર્ષિય કિશોરીનું મોત નીપજ્યું છે. મૂળ સાબરકાંઠાની યુવતી 4 જુનના રોજ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન કિશોરીની સ્થિતિ સુધરવાને બદલે સતત કથળી રહી હતી.

કોરોનાની સારવાર લઈ રહેલી કિશોરીને ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન સાથે દાખલ કરવામાં આવી હતી. કોરોના સંક્રમિત કિશોરીને રેમડીસીવીરના ઈંજેક્શન આપી બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 510 ઉપર પહોંચ્યો છે. આ આંકડો ખુબ ઝડપથી વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છેકે, અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાથી 4 મહિલાઓના મોત થઈ ચૂક્યા છે. 2 મહિલા LG હોસ્પિટલ તેમજ 2 મહિલાના સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now