Home Gujarat Constitution Day Cm Bhupendra Patel Paid Homage To The Ambedkar Statue In Gandhinagar

બંધારણ દિવસ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમાને અંજલિ આપી

બંધારણ દિવસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 08:28 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને બંધારણ દિવસ અવસરે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવાંજલિ આપીને બાબાસાહેબ આંબેડકરની ભાવ વંદના કરી હતી.

26 નવેમ્બર સંવિધાન દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2015 થી દર વર્ષે 26 નવેમ્બરની દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ થઈ છે. આ દિવસે બંધારણના આમુખ પઠન પણ કરવામાં આવે છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ભાવસભર સ્મરણ

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે, ગાંધીનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now