Home International Consignment Of American Bombs Weighing 900 Kg Reached Israel

ઈઝરાયેલ પહોંચ્યો USAનો 900 કિલોનો બોમ્બ : મહા તબાહીના એંધાણ?

ઈઝરાયેલ પહોંચ્યો USAનો 900 કિલોનો બોમ્બ
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 03:26 AM IST

અમેરિકાથી ભારેભરખમ બોમ્બ ઇઝરાયેલ પહોંચ્યો છે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બોમ્બ અગાઉ બાઈડન વહિવટીતંત્ર દ્વારા અટકાવવામાં આવ્યો હતો. જોકે ટ્રમ્પ વહિવટીતંત્ર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ બોમ્બ ઇઝરાયેલ પહોંચ્યો છે.

ઈઝરાયલના રક્ષા મંત્રાલયે પણ બંદર પરથી શસ્ત્રો લઈ જતી કેટલીક ટ્રકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઈઝરાયેલને અમેરિકાની સહાય એવા સમયે મળી રહી છે જ્યારે દેશ ઈરાન, લેબનોનમાં હિઝબુલ્લાહ તેમજ પેલેસ્ટાઇનમાં હમાસ સાથે સંઘર્ષ સતત ચાલું છે. એવી અટકળો ચાલી રહી છે કે આગામી સમયમાં મધ્ય પૂર્વમાં તણાવ ફરી વધી શકે છે.

ઈઝરાયેલના હવાઈ મથક પર લઈ જવાયો બોમ્બ

ઇઝરાયેલી મીડિયા અહેવાલો અનુસાર, MK-84.2,000 પાઉન્ડના બોમ્બથી ભરેલું એક જહાજ શનિવાર (15 ફેબ્રુઆરી, 2025) ની રાત્રે અશદોદ બંદર પર પહોંચ્યું હતું. જહાજ બંદર પર પહોંચ્યા પછી, ડઝન જેટલી ટ્રકો પર લોડ કરવામાં આવ્યા હતા અને ઇઝરાયેલી હવાઈ મથક પર લઈ જવામાં આવ્યા હતા.

બોમ્બ આવવાની પ્રશંસા કરતાં રક્ષા પ્રધાન ઇઝરાયેલ કાટ્ઝે કહ્યું, "ટ્રમ્પ વહિવટીતંત્ર દ્વારા મોકલવામાં આવેલો જથ્થો શનિવારે રાત્રે ઇઝરાયેલ પહોંચ્યો. તે વાયુ સેના અને IDF માટે એક મહત્વપૂર્ણ સાબિત થશે. આ ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના મજબૂત જોડાણનો પુરાવો છે.

76, 000 ટનથી વધુ સૈન્ય સંસાધનો ઈઝરાયેલ પહોંચ્યા

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2023માં યુદ્ધની શરૂઆતથી 678 કાર્ગો વિમાનો અને 129 જહાજો દ્વારા 76,000 ટનથી વધુ સૈન્ય ઉપકરણો ઈઝરાયેલ પહોંચ્યા છે, જેમાંથી મોટાભાગના USAથી આવ્યા છે. MK-84 અથવા BLU-117એ 2,000 પાઉન્ડ (900 કિલો) અમેરિકન એરક્રાફ્ટ બોમ્બ છે. તે માર્ક 80 શ્રેણીનો સૌથી મોટો છે. તે વિયેતનામ યુદ્ધ દરમિયાન કમિશનર કરવામાં આવ્યો હતો. ત્યારથી USA દ્વારા તેનો સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં તે USAમાં છઠ્ઠો સૌથી ભારે બોમ્બ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધનમાં કહ્યું હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 25 જાન્યુઆરીએ કહ્યું હતું કે તેમણે અમેરિકાની સેનાને પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા ઈઝરાયલને 2000 પાઉન્ડના બોમ્બની આપૂર્તિ પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવવાનો નિર્દેશ આપ્યો છે. તેઓએ તેમના માટે ચૂકવણી કરી અને તેઓ લાંબા સમયથી તેમની રાહ જોઈ રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક