ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે જ એ વાત તો સ્પષ્ટ હતી કે ભાજપ એકલા હાથે જ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનું શું થશે તેની અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ગત વિધાનસભા ચૂંટણી એટલે કે 2022 સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું. તેનાથી શું પરિણામ આવ્યું તે સૌ કોઈ જાણે છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન મામલે મોટા સમાચાર આવ્યા છે. ખુદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે સ્પષ્ટતા કરી છે.
શું થશે ગઠબંધન?
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની વાત ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે તેના વિશે વાત કરી, અનંત પટેલે કહ્યું કે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે આવી શકે છે. જો કે, આ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, રાષ્ટ્રીય કક્ષાએ બંને પાર્ટીઓ ગઠબંધન છે પરંતુ પ્રાદેશિક કક્ષાએ હાલ તો તેવું કોઈ આયોજન નથી. શક્તિસિંહે કહ્યું કે, કોઈપણ પાર્ટીનું રાજ્યસ્તરે ગઠબંધન અંગે પ્રસ્તાવ નથી આવ્યો.સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધન અંગે ચર્ચા કરીશું.
પક્ષોએ શરૂ કરી ચૂંટણીની તૈયારી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ લેવાની શરૂઆત કરી દીધી છે. બંને મુખ્ય પક્ષો સારા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માંગે છે. કારણ કે સ્થાનિક સ્તરે ચૂંટણીઓ જીતીને તેઓ પક્ષને વધુ મજબૂત બનાવવા માંગે છે. અને એટલા માટે જ તેઓ ખૂબ જ તૈયારીઓ કરી રહ્યા છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






