Home International Congress Party On Election Mode Rahul Gandhi Visite Again Gujarat Offbeatstories

રાહુલગાંધી એક જ મહિનામાં બીજી વખત લેશે ગુજરાતની મૂલાકાત : જિલ્લા કોંગ્રેસને સશ્કત બનાવવા પાયલોટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત

રાહુલગાંધી એક જ મહિનામાં બીજી વખત લેશે ગુજરાતની મૂલાકાત
Published by: OBS Bureau
Last Updated: Apr 12, 2025, 04:13 PM IST

દેશભરમાં કોંગ્રેસ પાર્ટીનાં જિલ્લા પ્રમુખોને મજબૂત બનાવવા માટે હાલ કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. કારણ કે જેમ ગુજરાતમાંથી કોંગ્રેસને જડ મૂળમાંથી ફેંકાઈ ગઈ છે. ત્યારે હવે હવે ફરીથી આગામી વિધાનસભા ચૂંટણીઓ પુર્વે ં પાર્ટીને બેઠી કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી  છે.  જેનાં ભાગરૂપે આગામી 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ફરીથી ગુજરાતની મૂલાકાતે આવી રહ્યાં છે.  રાહુલ ગાંધીની એક જ મહિનામાં આ બીજી મૂલાકાત હશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમતિતીનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જિલ્લાનાં પ્રમુખોને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે માટે મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં 9 લોકોની એક કમીટી બનાવામાં આવી હતી. જેમનાં દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેનાં પર અખિલ ભારતીય કોંગ્રેસ કમીટીનાં મહામંત્રીઓ દ્વારા મંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પાયલટ પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી હતી. જેનાં માટે દરેક જિલ્લામાં પ્રદેશ કોંગ્રેસ સમિતીનાં ચાર-ચાર નિરીક્ષકોને મોકલી શકાય તે માટેનાં નામોની આજે જાહેરાત કરવામાં આવી છે.  દેશમાં કોંગ્રેસનાં આ નવા પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે. જેનાં માટે પ્રદેશ કમીટીનાં ચાર સભ્યો સાથે રાજ્ય બહારનાં એક સભ્યનો સમાવેશ કરવામાં આવશે. આમ, કુલ પાચ સભ્યોની નિરીક્ષકોની ટીમ જિલ્લા ભરમાં ફરીને પ્રમુખોને મળી તેમની સાથે સંવાદ કરશે.


શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી આગામી તા.15 અને 16 નાં રોજ ગુજરાતની મૂલાકાત લેશે.  તા.15મીનાં રોજ નિરીક્ષકોની સાથે મૂલાકાત કરીને તેમને માર્ગદર્શન આપશે. અને તા.16મીનાં રોજ ઉતર ગુજરાતનાં અરવલ્લીનાં મોડાસા ખાતેથી આ પાયલટ પ્રોજેક્ટને લીલી ઝંડી આપશે. સાથોસાથ નિરિક્ષકોની ટીમ સાથે પણ મૂલાકાત કરી માર્ગદર્શન પૂરૂ પાડશે.અખિલ ભારતીય કોંગ્રેસ સમિતીનાં અમદાવાદ ખાતે યોજાયેલ અધિવેશન દરમ્યાન થયેલ સંવાદો અને ચર્ચાઓનાં અંતે કોંગ્રેસનાં વરિષ્ઠો, એ નિષ્કર્ષ પર આવ્યાં હતા. કે જો દેશમાં કોંગ્રેસને મજબૂત કરવી હશે તો તેની શરૂઆત ગુજરાતથી કરવી પડશે. અને આ નિષ્કર્ષનાં ભાગરૂપે જિલ્લા સંગઠનોનાં પ્રમુખોને વધુ સત્તા આપવા તથા જિલ્લા સ્તરેથી જ કોંગ્રેસને મજબૂત કરવા માટેનું સુચન થયુ હતું. રાહુલ ગાંધીએ આ સુચનને તાત્કાલિક અમલીરૂપ આપતાં ગુજરાતથી જ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ કોંગ્રેસને ક્યાર સુધીમાં કેટલી મજબૂત કરશે તે તો આવનારો સમય જ બતાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,