Home Gujarat Congress Mla Shailesh Parmar Warns To Be In Limit To Jitu Vaghani

"લિમિટમાં રહો... લિમિટમાં રહો... નહીં તો મારે...!" : વિધાનસભામાં કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે મંત્રી જીતુ વાઘાણીને કેમ આપી આવી ધમકી?

"લિમિટમાં રહો... લિમિટમાં રહો... નહીં તો મારે...!"
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 10:03 AM IST

Gujarat Vidhansabha: ઉનાળો શરૂ થતા એક તરફ સુરજદાદાના તાપથી ગુજરાત તપી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. એવામાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે ભારે રાજકીય ગરમાગરમી ભર્યો માહોલ જોવા મળ્યો. પહેલા ટી-20 વર્લ્ડકપની ટિકિટનો મુદ્દો ચર્ચામાં આવ્યો અને ત્યારબાદ કૃષિ મંત્રી Jitu Vaghani દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિવાદ ઉભો થયો. કોંગ્રેસના નેતા Sonia Gandhi વિશે વાઘાણીએ કરેલા નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્ય Shailesh Parmarએ કડક પ્રતિક્રિયા આપી હતી.

વિધાનસભામાં ગરમાયો રાજકીય માહોલ

જીતુ વાઘાણીના નિવેદન પર કોંગ્રેસનો વિરોધ

સોનિયા ગાંધી અંગે વાઘાણીએ કરી હતી ટિપ્પણી

આજે ગુજરાત વિધાનસભાની ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટકરાવ જોવા મળ્યો હતો. શરૂઆતમાં ધારાસભ્ય અરવિંદ પટેલે ટી-20 વર્લ્ડકપની ફાઈનલની ટિકિટ ન મળવાની વ્યથા વ્યક્ત કરી હતી. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા Gopal Italiaએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરતાં ટિકિટ અંગે વધુ ચર્ચા થઈ રહી છે.

ત્યાર બાદ ગૃહમાં માંગણીઓ પરની ચર્ચા દરમિયાન મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપે સાતમી વખત વિધાનસભા જીત મેળવી છે અને આઠમી વખત પણ ભાજપ જ જીતશે. વિકાસ માટે એક્સપોર્ટ કરવાની જરૂર પડે છે, પરંતુ કોંગ્રેસને તેની સમજ નથી. વિકાસ માટે એક્સપોર્ટ કરવું પડે એ કોંગ્રેસને ના ખબર પડે. કોંગ્રેસના નેતા ઈમ્પોર્ટ થઈને આવ્યા છે. સ્વદેશી નેતા નરેન્દ્ર મોદી જોઈએ. સોનિયા ગાંધી ઈમ્પોર્ટ થયેલા નેતા છે.

તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મંત્રી જીતુ વાઘાણીને આ નિવેદનના જવાબમાં ‘લિમિટમાં રહો’ તેવું કહીને તેમને શાબ્દિક ધમકી આપી. માંગણીઓ પરની ચર્ચા દરમિયાન શૈલેષ પરમારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને કહ્યું કે, લિમિટમાં રહો... લિમિટમાં રહો... નહીં તો મારે પોઇન્ટ ઓફ ઓર્ડર ઊભો કરવો પડશે. હું પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીશ તો બધું રેકોર્ડ પર નોંધાશે. ઉલ્લેખનીય છે કે, જીતુ વાઘાણી વારંવાર સોનિયા ગાંધીનું નામ લઈને કટાક્ષ કરતા હતા. વિદેશી અને સોનિયા ગાંધીનું નામ લેતા શૈલેષ પરમારે તેઓને શાબ્દિક ધમકી આપી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય Imran Khedawala ટી-20 વર્લ્ડકપમાં ભારતની જીતની ખુશીમાં ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ પહેરીને વિધાનસભા ગૃહમાં આવ્યા હતા. વાઘાણીનું નિવેદન તેમના આ પગલાંને ટાંકીને કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર ઘટનાને કારણે ગુજરાત વિધાનસભામાં રાજકીય ગરમાવો વધ્યો હતો અને સત્તા-પક્ષ તથા વિરોધ પક્ષ વચ્ચે તીખા શબ્દપ્રહારો જોવા મળ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now