Home International Congress Leaders Praise Military Action

કૉંગ્રેસના નેતાઓએ સૈન્ય કાર્યવાહીના કર્યા વખાણ : રાહુલ ગાંધીએ કહ્યું: સશ્ત્ર દળો પર ગર્વ

કૉંગ્રેસના નેતાઓએ સૈન્ય કાર્યવાહીના કર્યા વખાણ
Published by: OBS Bureau
Last Updated: May 07, 2025, 08:07 AM IST

પાકિસ્તાનમાં ભારતની સ્ટ્રાઈક પછી દેશ વિદેશમાં સતત લોકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. સૌ કોઈ ભારતીય સેનાની કામગીરીની પ્રશંસા કરી રહ્યાં છે. તેવામાં
વિપક્ષે પણ ભારતીય સેનાની આ કાર્યવાહીને વધાવી છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાથે જ કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર પોસ્ટ કરીને ભારતીય સેનાની કામગીરી વધાવી છે.

રાહુલ ગાંધીએ X પર લખ્યું કે Proud of our Armed Forces. Jai Hind!



જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું ભારતની પાકિસ્તાન અને પીઓકેમાંથી ઉદભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે અડગ રાષ્ટ્રીય નીતિ છે.

અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર અત્યંત ગર્વ છે, જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી શિબિરો પર હુમલો કર્યો છે. અમે તેમના દૃઢ સંકલ્પ અને બહાદુરીની પ્રશંસા કરીએ છીએ.


પહલગામ આતંકવાદી હુમલાના દિવસથી જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સશસ્ત્ર દળો અને સરકાર સાથે સ્પષ્ટપણે સાથ આપ્યો છે, જેથી સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

રાષ્ટ્રીય એકતા અને સંગઠન આ સમયની માંગ છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અમારા સશસ્ત્ર દળો સાથે ઊભી છે. અમારા નેતાઓએ ભૂતકાળમાં પણ માર્ગ બતાવ્યો છે. રાષ્ટ્રીય હિત અમારા માટે સર્વોચ્ચ છે.



તો પ્રિયંકા ગાંધીએ Xની પોસ્ટમાં લખ્યું કે અમને અમારી સેના પર ખૂબ ગર્વ છે. આપણા બહાદુર સૈનિકો આપણી સ્વતંત્રતા અને અખંડિતતાનું રક્ષણ કરે છે. ભગવાન તેમનું રક્ષણ કરે અને તેમને ધીરજ અને બહાદુરીથી પડકારોનો સામનો કરવા માટે અપાર હિંમત આપે.

જય હિન્દ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video