Home National Cockroach Janata Party Ai Website Instagram Viral Gujarati

AIના જોરે ‘કોકરોચ જનતા પાર્ટી’એ ઈન્ટરનેટ પર મચાવ્યું તોફાન : ટેક્સ્ટ પ્રોમ્પ્ટથી 1 કલાકમાં તૈયાર થઈ વેબસાઈટ, 4 દિવસમાં 1 કરોડ ફોલોઅર્સનો દાવો

‘કોકરોચ જનતા પાર્ટી’ની છબી
Image Credit: cockroach_janat instagra
Published by: Niraj Chokshi
Last Updated: May 21, 2026, 09:21 AM IST

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક નામ સૌથી વધુ ચર્ચામાં છે જે છે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP). વ્યંગાત્મક ડિજિટલ કેમ્પેઈન તરીકે શરૂ થયેલી આ પહેલે ખૂબ જ ટૂંકા સમયમાં ઓનલાઈન દુનિયામાં ભારે લોકપ્રિયતા મેળવી હોવાનું કહેવાઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે માત્ર 4 દિવસમાં આ ડિજિટલ પાર્ટીએ Instagram પર 1 કરોડથી વધુ ફોલોઅર્સ મેળવી લીધા છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર અભિયાન પાછળનું સૌથી મોટું હથિયાર બન્યું છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI.

મુખ્ય ન્યાયાધીશના એક કથિત નિવેદનના વિરોધરૂપે શરૂ થયેલી આ ડિજિટલ પહેલ હવે સોશિયલ મીડિયા પર વિશાળ ચર્ચાનો વિષય બની ગઈ છે. સંકેત ઉપાધ્યાયના YouTube ચેનલ ‘ડબલ ચેક’માં આપેલા ઈન્ટરવ્યૂમાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દીપકે જણાવ્યું કે તેમણે પોતાના બે મિત્રો સાથે મળીને માત્ર એક કલાકમાં આખી વેબસાઇટ અને AI એન્થમ તૈયાર કરી દીધા હતા.

AIએ વેબસાઇટ બનાવવાની દુનિયા બદલી

અભિજીત દીપકે અનુસાર, તેમની ટીમે પરંપરાગત કોડિંગ અથવા મોટી ડેવલપર ટીમ વગર AI ટૂલ્સની મદદથી વેબસાઇટ તૈયાર કરી. તેમણે જણાવ્યું કે માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખીને વેબસાઇટનું ડિઝાઈન, લેઆઉટ અને ગ્રાફિક્સ તૈયાર થઈ જતા હતા.

તેમણે કહ્યું કે AIની મદદથી ગ્રાફિક્સ બનાવવા માટે ફક્ત સૂચનાઓ આપવી પડતી હતી અને બે મિનિટની અંદર તૈયાર ડિઝાઇન મળી જતી હતી. આશ્ચર્યજનક બાબત એ રહી કે આખી વેબસાઇટ તૈયાર કરવામાં માત્ર એક કલાકનો સમય લાગ્યો. દીપકના જણાવ્યા પ્રમાણે AIને કારણે કામ વધુ સરળ અને ઝડપથી થઈ શક્યું. તેઓએ એ પણ જણાવ્યું કે AI દ્વારા કામ વધુ વ્યવસ્થિત રીતે પૂર્ણ થતું હોવાથી વધારે ટેક્નિકલ મહેનત કરવાની જરૂર રહેતી નથી.

આ પણ વાંચો: PM મોદી-અમિત શાહને 'ગદ્દાર' ગણાવતા નિવેદન પર રાહુલ ગાંધી મુશ્કેલીમાં : દિલ્હીમાં ફરિયાદ દાખલ

કયાં AI ટૂલ્સ બની રહ્યાં છે ડિજિટલ દુનિયાના નવા હથિયાર?

ટેક્નોલોજી ક્ષેત્રમાં છેલ્લા થોડા વર્ષોમાં AI આધારિત Website Builders અને UI Design Tools ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. Framer AI, Dora, Relume.io અને v0.dev જેવા પ્લેટફોર્મ હવે માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટના આધારે સંપૂર્ણ વેબસાઇટ તૈયાર કરી શકે છે.

આ ટૂલ્સ વેબસાઈટનું UI, Responsive Layout, એનિમેશન અને ડિઝાઈન ચંદ કલાકોમાં તૈયાર કરી દે છે. રસપ્રદ બાબત એ છે કે વેબસાઇટ બનાવવા માટે જરૂરી પ્રોમ્પ્ટ્સ પણ હવે AI દ્વારા જ તૈયાર કરાવી શકાય છે. ટેક્નોલોજી નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં સ્ટાર્ટઅપ્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ કેમ્પેઈન ચલાવનારાઓ માટે AI સૌથી મોટું સાધન બનશે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશની દરેક યુનિવર્સિટી અને કોલેજોમાં યુનિફોર્મ થશે ફરજિયાત : UPનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે કર્યો આદેશ, જાણો નિર્ણયનું કારણ

સોશિયલ મીડિયા કેમ્પેઇનમાં Generative AIનો જબરદસ્ત ઉપયોગ

કોકરોચ જનતા પાર્ટીની વાયરલ સફળતા પાછળ સોશિયલ મીડિયા પર તૈયાર કરાયેલા ક્રિએટિવ પોસ્ટર્સ અને ગ્રાફિક્સની પણ મોટી ભૂમિકા રહી છે. પાર્ટીએ પરંપરાગત ગ્રાફિક ડિઝાઇનરોના બદલે Generative AIનો ઉપયોગ કરીને મિનિટોમાં પોસ્ટર્સ તૈયાર કર્યા હતા.

આજે Midjourney, DALL-E 3 અને Canva AI જેવા ટૂલ્સની મદદથી ખૂબ જ ઓછા સમયમાં હાઈ-ક્વોલિટી ગ્રાફિક્સ અને સોશિયલ મીડિયા વિઝ્યુઅલ્સ તૈયાર કરી શકાય છે. આ ટૂલ્સ દ્વારા બેનર્સ, પોસ્ટ લેઆઉટ અને Text-to-Image ડિઝાઇન્સ ઝડપથી બનાવી શકાય છે. કોકરોચ જનતા પાર્ટી પણ સોશિયલ મીડિયા પર આવા AI ટૂલ્સની મદદથી તીખા વ્યંગાત્મક અને આકર્ષક પોસ્ટર્સ બનાવી રહી છે, જેને યુવાનોમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.

આ પણ વાંચો: શું Ola-Uberની કેબ અને ઓટો બુક થઈ રહ્યા છે કે નહીં : ડ્રાઇવરો 3 દિવસની હડતાળ પર ઉતર્યા, જાણો કારણ

AI એન્થમ પણ બન્યું ચર્ચાનું કેન્દ્ર

CJPની વેબસાઇટ સાથે સાથે તેનો AI એન્થમ પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. માહિતી અનુસાર Suno AI અને Udio જેવા Music AI Toolsની મદદથી આ એન્થમ તૈયાર કરવામાં આવ્યું છે.

આ ટૂલ્સની વિશેષતા એ છે કે કોઈ સ્ટુડિયો, ગાયક કે મ્યુઝિક પ્રોડ્યુસર વગર માત્ર ટેક્સ્ટ સૂચનાઓ આપીને થોડા જ મિનિટોમાં ગીત તૈયાર થઈ શકે છે. આ કારણે હવે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ AIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now