Home Gujarat Cobra Snake Venom Worth Rs 585 Crores Found In Surat

5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપાયું! : 6.5 ml ઝેર, અમદાવાદથી સુરત પહોંચ્યું, પોલીસ ગ્રાહક બની ગેંગ સાથે મિટિંગ ગોઢવીને 7 ને દબોચ્યા

5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપાયું!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 08:57 AM IST

સુરત SOG પોલીસને એક મોટી સફળતા મળી છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત કોબ્રા સાપના ઝેરની તસ્કરીનો મોટો કેસ પકડાયો છે, જેમાં આશરે 5.85 કરોડ રૂપિયાની કિંમતનું કોબ્રાનું ઝેર જપ્ત કરવામાં આવ્યું છે. સુરતમાંથી પકડાયેલા આ ઝેરની માત્રા અંદાજે 6.5 મિલીલીટર હોવાનું સામે આવ્યું છે, જેની બજાર કિંમત લગભગ 5,85,00,000 રૂપિયા થાય છે. આ કેસમાં પોલીસે કુલ સાત આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના સોની પાસેથી લવાયું હતું 6.5 ml ઝેર

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને સુરતમાં વેચવાની ફિરાકમાં હતા. પોલીસને માહિતી મળી હતી કે કોબ્રા સાપનું ઝેર ગેરકાયદેસર રીતે વેચાણ માટે લાવવામાં આવી રહ્યું છે, જેના આધારે SOG એ ગ્રાહક બનીને સમગ્ર ગેંગ સાથે મિટિંગ ગોઠવી હતી. યોગ્ય સમયે કાર્યવાહી કરી પોલીસે તમામ આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા હતા.

સાત આરોપીની ધરપકડ

સાપના ઝેરનો ઉપયોગ સામાન્ય રીતે બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓ માટેની દવાઓ બનાવવા માટે થાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે તેનો ગેરકાયદેસર ઉપયોગ વધતો જઈ રહ્યો છે. આ કારણસર કોબ્રા વેનોમની માંગ ગેરકાયદેસર માર્કેટમાં વધી છે અને તેની કિંમત આસમાને પહોંચી ગઈ છે. પકડાયેલા સાત આરોપીઓમાં સુરતના બે અને વડોદરાના પાંચ શખ્સોનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને આ ઝેર ક્યાંથી મેળવાયું, કોને વેચવાનું હતું તેમજ આ ગેંગ પાછળ કોણ છે તે જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

આરોપીઓના નામ

  • મનસુખ ઘીનૈયા

  • ચીમન ભુવા

  • સમીર પંચાલ

  • પ્રવીણ શાહ

  • કેતન શાહ

  • મકરંદ કુલકર્ણી

  • પ્રશાંત શાહ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now