Home Automobile Cng Vs Hybrid Car India Cost Comparison Gujarati

CNG અને Hybrid માંથી કયો ઓપ્શન તમારા માટે છે બેસ્ટ? : જાણો કઈ કાર તમને વધુ બચત કરાવશે

Cars
Published by: Aryan Shah
Last Updated: Apr 07, 2026, 12:12 PM IST

CNG vs Hybrid : ભારતમાં કાર ખરીદવાનો નિર્ણય હવે માત્ર મોડલ અથવા લુક સુધી મર્યાદિત નથી રહ્યો. પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવ વચ્ચે લોકો હવે સસ્તા અને લાંબા ગાળે ફાયદાકારક ઓપ્શન તરફ વળી રહ્યા છે. એમાં ખાસ કરીને બે વિકલ્પ ખૂબ ચર્ચામાં છે. CNG કાર અને Hybrid કાર. પરંતુ સવાલ એ છે કે, ખરેખર કઈ ટેક્નોલોજી તમને વધુ બચત કરાવી શકે? જાણો CNG કાર અને Hybrid કારમાંથી કઈ કાર કોના માટે છે ફાયદાકારક.

CNG કાર : મધ્યમ વર્ગનો ફેવરિટ વિકલ્પ

CNG એટલે કે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કારો ભારતમાં દાયકાઓથી ભરોસાપાત્ર રહી છે. ખાસ કરીને મોટા શહેરોમાં જ્યાં સ્ટેશનનું નેટવર્ક સારું છે, ત્યાં આ કારો પ્રથમ પસંદગી બને છે.

ફાયદા : પેટ્રોલની સરખામણીએ ઈંધણનો ખર્ચ ખૂબ ઓછો થાય છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ સામાન્ય પેટ્રોલ કાર જેટલો જ હોય છે.

મર્યાદા : ગેસ સિલિન્ડરને કારણે ડેકી (Boot Space) માં જગ્યા ઓછી મળે છે અને પહાડી વિસ્તારોમાં પાવર થોડો ઓછો લાગી શકે છે.

Hybrid કાર : સ્માર્ટ ટેક્નોલોજી અને પરફોર્મન્સ

હાઇબ્રિડ કારમાં પેટ્રોલ એન્જિનની સાથે ઇલેક્ટ્રિક મોટર પણ હોય છે. આ કાર પોતાની મેળે નક્કી કરે છે કે, ક્યારે એન્જિન પર ચાલવું અને ક્યારે બેટરી પર, જેનાથી Hybrid કારમાં શાનદાર માઇલેજ મળે છે.

ફાયદા : શહેરના ટ્રાફિકમાં આ કાર ખૂબ જ સારી માઇલેજ આપે છે અને ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ એકદમ સ્મૂથ અને શાંત હોય છે.

મર્યાદા : આ કારોની ખરીદી કિંમત CNG કરતાં ઘણી વધારે હોય છે અને તેની ટેક્નોલોજી જટિલ હોવાથી લાંબા ગાળે રિપેરિંગ ખર્ચ વધી શકે છે.

આ પણ ખાસ વાંચો : CNG કારનું પિકઅપ ઘટી ગયું છે? : આજે જ ચેક કરો આ નાનો અને મહત્વનો પાર્ટ!

સીધી સરખામણી : કઈ કારનો ખર્ચ કેટલો?

ખર્ચની વાત કરીએ તો, CNG કાર શરૂઆતમાં સસ્તી પડે છે (₹6-10 લાખ), જ્યારે હાઇબ્રિડ કાર માટે તમારે ₹15 લાખથી વધુ ખર્ચવા પડી શકે છે. જો તમારું રોજીંદું રનિંગ 50 કિમીથી વધુ છે, તો CNG તમને વધુ બચત કરાવી આપશે. પરંતુ જો તમને પ્રીમિયમ ફીલ અને ટ્રાફિકમાં શાનદાર ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ જોઈતો હોય, તો હાઇબ્રિડ કાર શ્રેષ્ઠ છે.

તમારે કઈ કાર લેવી જોઈએ?

જો તમારું બજેટ ઓછું છે અને તમે શહેરની અંદર લાંબી મુસાફરી કરો છો તો CNG બેસ્ટ છે. પરંતુ જો તમે મોંઘી કાર ખરીદી શકો તેમ છો અને પર્યાવરણની સાથે લેટેસ્ટ ટેક્નોલોજીનો આનંદ લેવો છે, તો Hybrid તરફ જવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now