Home International Cm Devendra Fadnavis Advice Ministers To Follow Rajdharma Nitesh Rane Aurangzeb Row Nagpur Violence

રાજધર્મનું પાલન કરવું જોઈએ : અટલજીના શબ્દોને ફડણવીસે યાદ કર્યા

રાજધર્મનું પાલન કરવું જોઈએ
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2025, 03:32 AM IST

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે પોતાના મંત્રીમંડળ સહયોગીઓને સમાજમાં સૌહાર્દ જાળવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે, મંત્રીઓએ તેમના નિવેદનોમાં સંયમ રાખે જેથી સમાજમાં કોઈ દ્વેષ ફેલાય નહીં. તેમણે 19 માર્ચના રોજ વરિષ્ઠ એનસીપી-એસપી નેતા જયંત પાટિલ દ્વારા આયોજિત અવોર્ડ કાર્યક્રમમાં આ વાત કહી હતી.

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 'રાજધર્મ ના ઉપદેશોને યાદ કરતા, ફડણવીસએ મંત્રીઓને તેમના અંગત મંતવ્યો અને પસંદ-નાપસંદોથી ઉપર ઉઠવા અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવા હાકલ કરી હતી.

ફડણવીસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
મુખ્યમંત્રીનું આ નિવેદન ઔરંગઝેબ વિવાદ અને મંત્રી નિતેશ રાણેના વિવાદાસ્પદ નિવેદન બાદ નાગપુરમાં થયેલી હિંસા બાદ આવ્યું છે. જોકે, તેમણે પોતાના નિવેદનમાં કોઈનું નામ લીધું ન હતું.

રાજધર્મનું પાલન કરવું જોઈએઃ દેવેન્દ્ર ફડણવીસ
મંત્રી તરીકે આપણે આપણી જવાબદારી સમજવી જોઈએ. અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે રાજધર્મનું પાલન કરવું જરૂરી છે. આપણે આપણા પદની ગરિમા જાળવીને બંધારણ અનુસાર કામ કરવું જોઈએ. આપણે આપણા અંગત મંતવ્યો, પસંદ-નાપસંદોને બાજુએ રાખવા પડશે. અમે બંધારણના શપથ લીધા છે અને બંધારણે અમારા પર જવાબદારી મૂકી છે કે અમે કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય નહીં કરીએ.

મંત્રીઓએ બોલતી વખતે સંયમ રાખવો જોઈએ અને તેમના શબ્દો સમાજમાં ક્યાંય પણ વૈમનસ્ય પેદા ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત યુવા મંત્રીઓ આવી વાતો કરે છે. હું આવા પ્રસંગોએ તેમની સાથે વાત કરું છું અને તેમને કહું છું કે તમે મંત્રી છો અને તમારે સંયમ રાખવાની જરૂર છે.

તમામ વર્ગોને ન્યાય આપવા પ્રતિબદ્ધઃ દેવેન્દ્ર ફડણવીસ
આ મુલાકાત દરમિયાન જયંત પાટિલે મુખ્યમંત્રીને કેટલાક મંત્રીઓ દ્વારા એક ચોક્કસ સમુદાય વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનો અંગે સવાલ કર્યો હતો. આ અંગે ફડણવીસે સ્પષ્ટ કર્યું કે સરકાર તમામ વર્ગોને ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ