Home Gujarat Cm Bhupendra Patel And Jagadish Vishwakarma Wished Nitin Nabin

CM ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માએ નિતિન નબીનને શુભેચ્છાઓ પાઠવી : કહ્યું '...જે અત્યંત પ્રેરણાદાયક છે'

CM ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માએ નિતિન નબીનને શુભેચ્છાઓ પાઠવી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 04:39 AM IST

ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પ્રત્યક્ષ મળી તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પણ સમગ્ર પ્રદેશ ભાજપ પરિવારની તરફથી નીતિન નબીનને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

'...જે અત્યંત પ્રેરણાદાયક છે'

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ‘રાષ્ટ્ર પ્રથમ, પછી પક્ષ અને અંતે સ્વ’ ના આદર્શોને વરેલી ભાજપાને નિતિન નબીનના સંગઠનાત્મક નેતૃત્વમાં નવી ઊર્જા અને ગતિશીલતા મળશે. છેલ્લા બે દાયકાથી સખત મહેનત અને કર્તવ્યનિષ્ઠા સાથે કાર્યરત રહીને એક સામાન્ય કાર્યકર્તા તરીકે નિતિન નબીનજી ભાજપની રાષ્ટ્રીય અધ્યક્ષની મહત્વપૂર્ણ જવાબદારી સુધી પહોંચી ગયા છે, જે અત્યંત પ્રેરણાદાયક છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પાઠવી શુભેચ્છાઓ

તેઓએ જણાવ્યું કે, નીતિન નબીનના અનુભવથી પાર્ટીના બૂથ સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધીની વ્યવસ્થાઓ અને સંગઠનાત્મક કામગીરી વધુ મજબૂત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના વિકાસ અને જનહિત માટે ચાલી રહેલી અભૂતપૂર્વ કામગીરી સાથે મજબૂત સંગઠનશક્તિનો સમન્વય ગુજરાતને તેમજ સમગ્ર દેશને વિકસિત ભારતના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવશે'. અત્રે જણાવીએ કે, ગુજરાતના અનેક નેતાઓ તેમના પદગ્રહણ સમારોહમાં હાજર રહ્યાં હતા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now